Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના દિબાઈ વિસ્તારમાં, કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તાના કિનારે ઉભેલા કેટલાક લોકો (Uttar Pradesh Accident) તેમના વાહનનું ટાયર બદલી રહ્યા હતા ત્યારે ટેન્કરે કચડી નાખ્યા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.ત્યારે આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
3 લોકોના કમકમાટીભર્યા મોત
પોલીસ એરિયા ઓફિસર શોભિત કુમારે જણાવ્યું કે, બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે ચાર લોકો એક વાહનમાં ડાંગર ભરીને કસનગજથી જહાંગીરાબાદ માર્કેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે લગભગ 3 વાગ્યે તેમના વાહનનું ટાયર પંચર થઈ ગયું. આ પછી, તે રોડ કિનારે પાર્ક કરીને વાહનનું ટાયર બદલી રહ્યો હતો.
ત્યારે એક ટેન્કરે તેને કચડી નાખ્યા હતા. ત્યારે કુમારે જણાવ્યું હતું કે સતીશ ચંદ (42), રામ સિંહ (58) અને સંજુ (27)નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને અકસ્માતમાં ઘાયલ વિજયને ગંભીર હાલતમાં અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 3 યુવકોના મોત થયા છે
બુલંદશહેરમાં તેજ ઝડપનો કહેર જોવા મળ્યો હતો. આ અકસ્માત બુલંદશહેરના દિબાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દાનપુર ગામમાં અલીગઢ મુરાદાબાદ નેશનલ હાઈવે-509 પર થયો હતો. કાસગંજથી 3 મેક્સ વાહનોમાં ડાંગર ભરીને ખેડૂતો જહાંગીરાબાદ મંડી જઈ રહ્યા હતા. મેક્સનું ટાયર પંકચર થતાં મેક્સમાં સવાર ત્રણેય યુવકોએ હાઇવેની બાજુમાં ટાયર બદલવાનું શરૂ કર્યું હતું.
પરિવાર શોકમાં ગરકાવ
લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ ગામ હમીરપુર જિલ્લા કાસગંજ નિવાસી લેખરાજના પુત્ર સતીશ ચંદ, ગામ સુલતાનપુર જિલ્લા કાસગંજ નિવાસી સીતા રામના પુત્ર રામ સિંહ અને ગામ સુલતાનપુર જિલ્લા કાસગંજ નિવાસી લાલ સિંહના પુત્ર સંજુ તરીકે થઈ છે. ત્યારે આ લોકોના મોત થતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App