Vadodara માં 3 યુવકોને રોમીયોગીરી કરવી મોંઘી પડી- બહાદુર દીકરીએ એવા હાલ કરાવ્યા કે, જીંદગીમાં કોઈની સામું નહિ જોવે!

Vadodara, Gujarat: યુવતીઓની છેડતી અને અડપલા ની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક યુવતીની છેડતીની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા શહેર માંથી સામે આવી છે. ઓટોરિક્ષામાં જઈ રહેલી યુવતીને 3 રોમિયોએ હેરાન કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરા શહેરની છે.

યુવતીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. યુવતીએ શેર કરતી વખતે લોકોને અપીલ કરી હતી કે વીડિયો ખૂબ શેર કરે. ત્યાર બાદ યુવતીએ વડોદરા પોલીસની શી ટીમેની મદદ માંગતા હતી. શી ટીમે 30 કિલોમીટર સુધી ત્રણેય રોમિયોને પકડી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વડોદરા પોલીસે ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં યુવતી કહે છે કે, પહેલા તો આ વીડિયો જુઓ જેમાં આજે મારી સાથે થયું છે તે દેખાશે. વીડિયોમાં તમે જોઈ શકશો કે યુવતીની પાછળ પડેલા ત્રણેય રોમિયોને યુવતી કહે છે કે, પોલીસ સ્ટેશન આવીશ? ઉભો રે, ગાડી ઊભી રાખ….. આ ત્રણેય રોમિયો 7થી 8 કિલોમીટર સુધી યુવતીને ફોલો કરી રહ્યા હતા.

યુવતીએ કહ્યું કે ત્રણેય યુવાનો તેને હેરાન કરી રહ્યા હતા. તેને વધુ વાત કરતા કહ્યું કે પેલા તને લાગ્યું કે રિક્ષાવાળા અંકલને ખબર છે, પણ પછી ખબર પડી કે તમને ખબર ન હતી. ત્યાર બાદ યુવતીએ બૂમો પાડી હતી. યુવતીએ વધુમાં કહ્યું કે, પોઈન્ટ એ છે કે, શું તમને લાગે છે કે, આવી હરકત તેઓ ફરીથી નહીં કરે. યુવતી કહ્યું કે તેમનો ચહેરો જોઇને લાગી રહ્યું હતું કે હવે તેઓ આવી હરકત ફરીથી કરશે જ. આ વીડિયોને ખૂબ શેર કરો.

ત્રણ દિવસ બાદ યુવતીએ બીજો વીડિયો શેર કર્યો હતો અને યુવતીએ બીજા વીડિયોમાં કહ્યું કે, મારો વીડિયો શેર કરવા માટે તમારો ખુબજ આભાર. યુવતીએ કહ્યું કે, લોકોના મેસેજ આવી રહ્યા હતા કે, આ લોકો સામે એક્શન લેવાયા કે નહીં. લોકોના સવાલનો જવાબ આપ્યા યુવતીએ કહ્યું કે વડોદરા પોલીસે 3થી 4 દિવસમાં જ તેઓ સામે એક્શન લીધાં.

30 કિલોમીટર પાછળ જઈને 3 છોકરાઓને પકડ્યા હતા. પોલીસે તેઓની ગાડી ડિટેઇન કરી છે. શી ટીમનો ખૂબ ખૂબ આભાર…. હેડ કોન્સ્ટેબલ જુનેદ સરનો આભાર….યુવતીએ વધુમાં કહ્યું કે, હું બધાને આજે અપીલ કરું છું કે તમે પણ અવાજ ઉઠાવજો. તમને માત્ર એક જ અપીલ છે કે, આવી બાબતો સામે અવાજ ઉઠાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *