3 વિદ્યાર્થીઓ શાળામાં બધાની સામે જ લટક્યા ફાંસી પર, જાણો વીડિયોની હકીકત

School Accident: સોશિયલ મીડિયા પર એક સ્કૂલ ફંક્શનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 26 જાન્યુઆરી 2025ના દિવસે સ્કૂલમાં થયેલા એક દેશભક્તિના ફંકશનનો જણાવાઈ રહ્યો છે. આ વિડીયો પોતાના રીયલ દેખાતા કન્ટેન્ટને કારણે સોશિયલ મીડિયા (School Accident) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એટલો અસલી લાગી રહ્યો છે કે જે કોઈએ પણ જોયો તેના રૂવાડા બેઠા થઈ ગયા હતા. ગણતંત્ર દિવસે સ્કૂલના ત્રણ બાળકોએ એટલો રીયલ અભિનય કર્યો હતો કે જોનારાઓ પણ વિશ્વાસ ન કરી શક્યા હતા. જોકે આ પર્ફોમન્સ જોખમ ભરેલું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર હંગામા મચાવ્યો છે અને લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. સાથે જ શાળા પ્રશાસન પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

રુવાડા બેઠા કરી દેશે બાળકોનું અભિનય
હકીકતમાં સ્કૂલમાં 77માં ગણતંત્ર દિવસના અવસરે એક દેશભક્તિ નાટક રજૂ થયું હતું, જેમાં ત્રણ બાળકોને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા. વીડિયો જોયા બાદ તમારા મનમાં પણ એક જ સવાલ ઉઠશે કે ફાંસીનો આટલો રીયલ દેખાતો સીન તો બોલીવુડની ફિલ્મોમાં પણ જોવા નથી મળતો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે સ્કૂલના ત્રણ બાળકો સ્ટેજ પર ફાંસીના ફંદા પર ઝૂલી રહ્યા છે.

જે જોવામાં બિલકુલ સાચું લાગી રહ્યું છે. આ ત્રણેય બાળકોના માથાના ભાગે કાળું કપડું પહેરાવવામાં આવ્યું છે. અને ત્રણે એકદમ રીયલ એક્ટિંગ કરી રહ્યા છે. હકીકતમાં આ ત્રણે બાળકોએ દેશની આઝાદી માટે કુરબાન થયેલા ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો અભિનય કર્યો છે. જોકે આ વાત પણ હજુ સુધી ખુલાસો નથી થયો કે આ પ્રોગ્રામ દેશના કયા રાજ્ય અને કઈ સ્કૂલમાં થયો હતો.

સ્કુલ પ્રશાસન પર ગુસ્સે થયા લોકો
આ વીડિયોને શેર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે આ રીતે વગર કોઈ ટ્રેનિંગ અને સેફટીએ બાળકોના જીવ જોખમમાં મુકવા કેટલ યોગ્ય છે? હવે આ વીડિયોને જોયા બાદ લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે. એક વ્યક્તિએ કહ્યું કે મૂર્ખતાની પણ હદ હોય છે, આ દરમિયાન આ બાળકોનો જીવ પણ જઈ શકતો હતો અને ત્યારબાદ સ્કુલના શિક્ષકો કે પ્રિન્સિપલ તેની જવાબદારી ન સ્વીકારેત. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ પ્રકારના સ્ટંટ ટ્રેનીંગ અને સેફટી વગર ન કરવા જોઈએ, મોટી દુર્ઘટના થઈ હોત. બીજા વ્યક્તિએ લખ્યું છે આ તો બાળકોના જીવ સાથે રમવું એવું થયું. તમે જોશો કે ફાંસી પર લટકેલો પહેલો છોકરો પોતાના હાથ પગ પણ તરફડાવી રહ્યો છે.