Nijjar Murder Case: કેનેડિયન પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ કથિત ‘હિટ સ્કવોડ’ના સભ્યોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. ગયા વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીબીસી ન્યૂઝના અહેવાl અનુસાર, તપાસકર્તાઓએ કેટલાક મહિનાઓ પહેલા શંકાસ્પદની (Nijjar Murder Case) ઓળખ કરી હતી અને અન્ય ત્રણ હત્યાના કેસોમાં તેની લિંક્સની તપાસ કરી રહ્યા હતા.
કેનેડિયન મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નિજ્જરના હત્યારાઓ ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સબંધ ધરાવે છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાના કેસમાં ભારત સરકારનું નામ લીધું હતું, પરંતુ ધરપકડ બાદ કેનેડિયન પોલીસના નિવેદનમાં ભારત વિરુદ્ધ કોઈ પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ધરપકડ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકો
કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આલ્બર્ટા અને ઓન્ટારિયોમાં ઓપરેશન ચલાવ્યા પછી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકો છે જેઓ 2021 પછી અસ્થાયી વિઝા પર કેનેડા આવ્યા હતા. તેમાંથી કેટલાક સ્ટુડન્ટ વિઝા પર હતા. “કોઈએ કેનેડામાં શિક્ષણ મેળવ્યું હોવાનું માનવામાં આવતું નથી,” કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, અહીં કોઈનું કાયમી ઘર નથી. બધા પંજાબ અને હરિયાણાના એક ગુનાહિત જૂથના સહયોગી છે જે પંજાબના લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા છે.
તપાસની નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ એડમોન્ટનમાં 11 વર્ષના છોકરાના ગોળીબારમાં મૃત્યુ સહિત કેનેડામાં ત્રણ વધારાની હત્યાઓ સાથે તેમના સંભવિત જોડાણોની સક્રિયપણે તપાસ કરી રહ્યા છે.
ગુરુદ્વારામાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર, હિટ સ્ક્વોડના સભ્યો પર સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં જે દિવસે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી તે દિવસે શૂટર્સ, ડ્રાઇવર અને સ્પોટર તરીકે અલગ-અલગ ભૂમિકા ભજવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે તપાસકર્તાઓએ થોડા મહિના પહેલા કેનેડામાં કથિત હિટ સ્ક્વોડના સભ્યોની ઓળખ કરી હતી અને તેઓને નજીકથી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
પાર્લામેન્ટ હિલ પર પત્રકારો સાથે વાત કરી ત્યારે, કેનેડાના સંરક્ષણ પ્રધાને શુક્રવારે આ કેસમાં ભારત સરકારની સંડોવણીની પુષ્ટિ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે કેનેડિયન પોલીસ આ પ્રશ્નનો વધુ સારી રીતે જવાબ આપી શકે છે. દરમિયાન, સંરક્ષણ પ્રધાન ડોમિનિક લેબ્લેન્કે જણાવ્યું છે કે, “મને કેનેડા સરકારના સુરક્ષા ઉપકરણ અને RCMP અને સુરક્ષા ગુપ્તચર સેવાના કાર્યમાં સંપૂર્ણ વિશ્વાસ છે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App