આવી તબાહી ક્યારેય નહીં જોઈ હોય: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝાને ફરી ઉભું થવા લાગશે 16 વર્ષનો સમય…

Israel and Hamas war: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝા પટ્ટીને સૌથી વધુ નુકસાન થયું છે. આ હુમલામાં ગાઝા લગભગ તબાહ થઈ ગયો છે. યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાઝાના પુનઃનિર્માણમાં વર્ષો લાગી શકે છે. યુએનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ સાત મહિનાના ઈઝરાયેલ બોમ્બમારામાં ગાઝાની ઈમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. આ હુમલાને કારણે ગાઝાને(Israel and Hamas war) અબજો ડોલરનું નુકસાન થયું છે. યુએન દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં લગભગ 80 હજાર ઘરો નાશ પામ્યા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદથી ઇઝરાયેલ ગાઝા પર તબાહી મચાવી રહ્યું છે.

અબજો ડૉલરનું નુકશાન થયું
ગઇકાલે યુનોએ પ્રસિદ્ધ કરેલા ગાઝા પટ્ટી અંગેના અહેવાલમાં જણાવ્યું છે કે સતત સાત મહીનાથી ઇઝરાયલ દ્વારા ચાલી રહેલી બોમ્બ વર્ષાથી લગભગ સમગ્ર ગાઝા શહેર ખંડેર બની ગયું છે, ત્યાં એક પણ મકાન ઊભું નથી. અબજો ડૉલરનું નુકશાન થયું છે. યુએને મેળવેલા ડેટા પ્રમાણે લગભગ 80 હજાર મકાનો ધ્વંસ થઇ ગયાં છે. રીપોર્ટમાં તેમ કહેવાયું છે કે જો આજે જ યુદ્ધ બંધ થાય તો પણ ૨૦૪૦ સુધી ગાઝા બેઠું થઇ શકે તેમ નથી. 85.9 ટકા સ્કૂલોને નુકશાન થયું છે. જે પૈકી 70 ટકા સ્કૂલો તો ખંડેર થઇ ગઈ છે.

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેને મધ્યપૂર્વની છ વખત તો મુલાકાત લીધી. તે પછી ૭મી મુલાકાત પણ લીધી અને ફરી એકવાર યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો હતો પરંતુ તેમાંથી એક પણ પક્ષ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી તે સૌથી મોટી વિધિની વક્રતા છે. જે 34,000 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેમા 70 ટકા મહિલાઓ અને બાળકો છે. તેમની સંખ્યા 14,350 છે. તે મૃતકોમાં 170થી વધુ યુનોના કર્મચારીઓ છે. વર્લ્ડ સેન્ટ્રલ કીચનના 7 કર્મચારીઓ અને 90થી વધુ પત્રકારો પણ તે યુદ્ધમાં માર્યા ગયા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આજે યુદ્ધ ખતમ થઈ જાય છે તો ઈઝરાયેલના બોમ્બ ધડાકા અને જમીની હુમલાથી બરબાદ થયેલા ઘરોને ફરીથી બનાવવામાં 2040 સુધીનો સમય લાગી શકે છે. ગાઝામાં શાળાઓને નુકસાન થયું છે. તેમાંથી 70 ટકા શાળાઓને મુખ્ય રિમોડેલિંગની જરૂર છે.