હાલમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં દરરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણાં લોકો મોતને ભેટતા હોય છે. કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થવા જઈ રહ્યો છે. મહેસાણામાં રોડ અકસ્માતમાં કુલ 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મહેસાણામાં આવેલ પાંચોટ ખાતે કાર તળાવમાં ખાબકતાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતકોમાં એક મહિલા તેમજ કુલ 2 પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગોજારો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળી રહેલ જાણકારી પ્રમાણે મહેસાણાથી 3 લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારમાં મહેસાણા જિલ્લામાં આવેલ પાંચોટ નજીક કંઈક અજાગતું બનતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની પાસે આવેલ તળાવમાં ખાબકી ગઈ હતી. જેને લીધે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા કુલ 3 લોકોના મોત થયા હતાં.
આ ઘટનાથી આજુબાજુના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા તેમજ રેસ્ક્યૂ કામગીરી શરુ કરવામાં આવી હતી. બીજી તરફ JCB ની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle