લ્યો બોલો! સુરત પોલીસે ગરીબ સાઈકલ ચાલકને ફટકાર્યો મેમો- જાણો શું ગુનો નોંધ્યો?

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. ત્યારે આજરોજ સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત સચિન વિસ્તારમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે. સચિન-હજીરા હાઇવે ઉપર ગભેણી ચાર રસ્તા પાસે સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવતા સોશિયલ મીડિયામાં આ વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.

સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિયમો અનુસાર, રોંગસાઈડમાં ગાડી ચલાવતા વ્યક્તિ, હેલ્મેટ ન પહેર્યું હોય, લાઈસન્સ ન હોય આવા સંજોગોમાં પોલીસ મેમો ફાડી શકે તેવો નિયમ છે. પરંતુ સુરતમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે. જેને કારણે આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે.

પોલીસ આ રીતે સાઈકલ ચાલકનો મેમો ફાડી ન શકે, તેમ છતાં સુરત સચિન વિસ્તારમાં પોલીસે સાઈકલ ચાલકનો રોંગસાઈડમાં આવવાના ગુના હેઠળ મેમો ફટકારવામાં આવ્યો. 

ગરીબ સાઈકલ ચાલકને આ રીતે મેમો ફટકારતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હાલમાં આ સાઈકલ ચાલકનો એક વિડીયો પણ વાઈરલ થયો છે. જેમાં ગરીબ સાઈકલ ચાલક હાથમાં મેમો પકડીને પોતાની સાઈકલ ઉપર ઉભેલા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સચિન ઇન્ડસ્ટ્રીયલમાં સંચા ખાતામાં નોકરી માટે સાઇકલ પર જતાં રાજબહાદુર યાદવને (46,રહે પાંડેસરા હાઉસિંગ બોર્ડ)પોલીસે ગુરુવારે સવારે સચિન નોટીફાઈડ વિસ્તાર પાસે ઉભા રાખ્યા હતા. રોંગસાઈડ સાઇકલ ચલાવતા ટ્રાફિકમાં ફરજ પરના એલ.આર. કોમલ ડાંગરે રાજબહાદુરને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આરટીઓ સુરત લખેલો 100 રૂપિયાનો મેમો આપીને જવા દીધા હતા.

પહેલા પોલીસે સાઇકલનો એમ.વી. એક્ટ હેઠળ મેમો આપ્યો પછી સાઇકલ હોવાથી સુધારીને જી.પી.એક્ટ કર્યું હતું. જેમાં કોર્ટમાં દંડ ભરવા જવું પડે છે. રાજબહાદુરે જણાવ્યું હતું કે, મેમો બનાવી આપ્યા બાદ સાઇકલ જમા લેવામાં આવી ન હતી. મારી પાસે દંડ પણ વસૂલાયો નથી.

ટ્રાફિક એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું કે, સાઇકલને મેમો આપી શકાય જોકે આ મેમોમાં જીપી એક્ટ 99 અને 117ને બદલે મોટર વેહિકલ એક્ટની કલમ 184નો ઉલ્લેખ કરાયો છે એ યોગ્ય નથી.કર્મચારીથી ભૂલ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *