જમ્મુ-કાશ્મીર ના કઠુઆ માં સુરક્ષા દળો એ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાસેથી 6 એકે-47 રાઇફલ સહિત ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. હથિયારોની આ ખેપ એક ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ કાશ્મીર ઘાટી માં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. એસએસપી કઠુઆએ ટ્રકને જપ્ત કરવાની પુષ્ટિ કરી છે.
સુરક્ષા દળો એ આતંકવાદીઓ ની પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરી છે. સુરક્ષા દળોને સૂચના મળી હતી કે એક ટ્રકમાં હથિયાર અને દારૂગોળો લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી અને ટ્રકની સાથે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી.
SSP Kathua: A truck carrying arms and ammunition has been recovered in Kathua, more details are awaited. #JammuAndKashmir https://t.co/LRfKQi3c3P pic.twitter.com/nvVTi2AcPg
— ANI (@ANI) September 12, 2019
લશ્કરના 8 સહયોગીઓની કરી હતી ધરપકડ
આ પહેલા મંગળવારે બારામૂલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના 8 સહયોગીઓની ધરપકડ કરી હતી. આ લોકો પોસ્ટર વહેંચીને સ્થાનિક લોકોને ડરાવી અને ધમકાવીને કામ કરી રહ્યા હતા. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ પોસ્ટર કાશ્મીરના કેટલાક હિસ્સામાં લગાવવામાં આવ્યા છે જેમાં નાગરિક કર્ફ્યૂની વાત કહેવામાં આવી છે અને લોકોને સવિનય અવજ્ઞા કરવા માટે કહેવામાં આવ્યું.
આર્ટિકલ 370 હટવાથી પાકિસ્તાન માટે અસહ્ય સ્થિતિ બની :-
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાન શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે ભારતીય સીમાની પાસે અત્યા સુધી 30 લૉન્ચ પૅડ તૈયાર કરી ચૂક્યું છે. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય આ લૉન્ચ પૅડની મદદથી ગુરેજ, કરન અને ગુલમર્ગ સેક્ટરમાં આતંકવાદીઓને ઘૂસણખોરીનો પ્રયાસ કરાવવાનો છે.