Breaking News: અમિત શાહ સહિત આ નેતાએ રાજ્યસભાનાં સાંસદ પદેથી આપ્યું રાજીનામું

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાનાં સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં જીત બાદ રાજ્યસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં. તો અમિત શાહની સાથે રવિશંકર પ્રસાદે પણ રાજ્યસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે રવિશંકર પ્રસાદ પટનાસાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

ઉલ્લેખનીય છે કે હમણાં જ એટલે કે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ કે જેની મતગણતરી 23મેનાં રોજ કરવામાં આવી હતી એટલે કે તે પરિણામનો દિવસ હતો. ત્યારે સમગ્ર દેશમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે દેશભરમાં ભગવો લહેરાવ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદીની જન્મભૂમિ કહેવાતી એવી ભૂમી એટલે કે ગુજરાતની તમામ 26એ 26 બેઠકો પર પણ ભાજપે ભવ્ય વિજય સાથે ભગવો લહેરાવ્યો છે.

જેમાં ગુજરાતની વીવીઆઇપી સીટ ગણાતી એવી ગાંધીનગર બેઠક પર ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવાર રહ્યાં હતાં. જેઓએ તેમની પાર્ટીનાં સિનિયર નેતા કહેવાતા એવાં લાલકૃષ્ણ અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો હતો. અમિત શાહે ગાંધીનગર બેઠક પર પાંચ લાખથી પણ વધુ મતની લીડ મેળવીને અડવાણીનો રેકોર્ડ તોડ્યો હતો. આવી જ લીડ નરેન્દ્ર મોદીને પણ વડોદરાની બેઠક પરથી મળી હતી.

ત્યારે બીજી બાજુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉત્તર પ્રદેશનાં અમેઠીથી ચૂંટણી જીતી ગયા છે. તેઓ પણ ગુજરાતથી રાજ્યસભાનાં સાંસદ છે ત્યારે તેઓ પણ આગામી સમયમાં રાજ્યસભાનાં પદેથી રાજીનામું આપશે. જો કે અમિત શાહે આજે રાજ્યસભાનાં આ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે ને સાથે સાથે રવિશંકર પ્રસાદે પણ રાજ્યસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઇએ કે રવિશંકર પ્રસાદ પણ પટનાસાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *