કતારગામ સ્થિત મહંત ડાયમંડ અને રસેષ જવેલર્સના 3 ભાગીદારોનું કરોડોમાં ઉઠામણું, બે ભાગીદારો ફરાર

Surat Diamond News: સુરતમાં 21 હીરા વેપારીઓ પાસેથી રૂપિયા 8.20 કરોડનાં હીરાની છેતરપિંડી કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનાં (Surat Diamond News) હીરાની ખરાદી કર્યા બાદ ઉઠામણું કર્યું હોવાનો મહંત ડાયમંડ એલ.એલ.પી અને રસેશ જવેલર્સ એલએલપી કંપની સામે આરોપ થયો છે. ભોગ બનનાર વેપારીઓએ ઈકોસેલમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી કંપનીનાં માલિક કૌશિક કાકડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપી હાલ ફરાર છે.

21 વેપારીઓ પાસેથી 8.20 કરોડોનાં નેચરલ હીરાનો માલ ખરીદ્યો હતો
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતમાં મહંત ડાયમંડ એલ.એલ.પી અને રસેશ જ્વેલર્સ એલએલપી કંપની દ્વારા હીરા બજારનાં 21 વેપારીઓ પાસેથી રૂપિયા 8.20 કરોડોનાં નેચરલ હીરાનાં માલની ખરીદી કરી હતી.

ત્યારબાદ બંને કંપનીનાં માલિકો દ્વારા ખરીદી કરેલા માલની ચુકવણી ન કરી ઉઠામણું કરી ફરાર થયા હતા. આ મામલે બોગ બનનારા હીરા વેપારીઓ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. વેપારીઓની ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પોલીસે કંપનીનાં માલિકની ધરપકડ કરી, અન્ય હાલ પણ ફરાર
માહિતી અનુસાર, આ કેસમાં બંને કંપનીનાં માલિક જિતેન્દ્ર ધનજી કાસોદરિયા, રોનક ધોળિયા સહિત કૌશિક અમૃતલાલ કાકડિયાનાં નામ ફરિયાદમાં સામેલ છે. પોલીસે કંપનીનાં માલિક કૌશિક અમૃતલાલ કાકડિયાની હાલ ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પણ જલદી ધરપકડ કરવા પોલીસે તપાસ તેજ કરી છે.

હીરાના વેપારી જીતેન્દ્ર કાસોદરીયા તેનો ભાગીદાર રોનક રાજેશ ધોળીયા અને કૌશિક અમૃતલાલ કાકડીયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડીયાને સોમવારે રાત્રે ઈકોસેલે ઊંચકી લાવી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. કૌશિક 20 ટકાનો ભાગીદાર છે. જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક 40-40 ટકાના ભાગીદાર છે. આ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.