3 year old disabled girl died in Surat: સુરતમાં હાલ રોગચાળોનો મહલો ચાલી રહ્યો છે. ત્યારે વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. તેમાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે.ડિંડોલીમાં 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ પછી સિવિલ હોસ્પિટલ લાવતા મોત નિપજ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14ના મોત નિપજતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
બાળકીને ત્રણ દિવસથી આવતો હતો તાવ
મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષની દીકરી અનન્યા દિવ્યાંગ હતી. જેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો.
બાળકીને સિવિલ હોસ્પિટલ લાવતા મૃત જાહેર કરાઈ
દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈ સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તપાસ કરી મૃત જાહેર કરી હતી. દીકરીનાં મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ બાળકીનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.
20 દિવસમાં 9 બાળકો સહિત 14નાં મોત
શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 300થી વધુ જાડા-ઉલટી, મેલેરિયા સહિત તાવના કેસો નોધવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના ઝાડા-ઉલટી, ડેંગ્યુ, મેલેરિયા, તાવથી મોત નીપજ્યા છે. શહેરમાં રોગચાળાથી મોતના આંકડા વધતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: