Banaskantha Accident: રાજ્યભરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રોજબરોજ અકસ્માતમાં મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે થયેલો આ એક્સિડન્ટ (Banaskantha Accident) એટલો ખતરનાક હતો કે ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જણાવી દઈએ કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત
આ અંગે મળતી માહિતી મુજબ, ધાનેરાના ખીંમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા
આ ઘટનામાં ખિમત ગામેથી નવરાત્રિ જોઈ યુવકો પોતાના ગામ ઘાડા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો ફોરચ્યુનર કાર સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક અને ફોર્ચ્યુનરના કુરચેકુરચા ઉડ્યા હતા. જોકે, અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો.અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જેલ ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બે બોટલો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેથી કારચાલક દારૂના નશામાં હોવાનું પણ ચર્ચાય છે. પોલીસ અકસ્માત કરનાર ફોર્ચ્યુનર ગાડીના માલિકને શોધી રહી છે.
પરિવારમાં આક્રંદ
આ ઘટનાની જાણ થતા જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખીમત ગામેથી નવરાત્રી જોઈ યુવકો પોતાના ગામ ઘાડા પરત ફરી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.તેમજ આ ઘટનાના પગલે જુવાનજોધ દીકરાના ઘરમાં ભારે આક્રન્દ જોવા મળી રહ્યું છે. પરિવારના લોકો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App