ગાયનું દૂધ તથા ભેંસનું દૂધ આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે પરંતુ હાલના સમયમાં દુધમાં પણ ભેળસેળ થતી હોવાની કેટલીક ઘટનાને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રાજકોટ શહેરમાં નકલી તથા અખાદ્ય દૂધ ઠાલવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
દરરોજ 10,000 લિટરથી વધારે દૂધ આવે છે તેમજ કેટલાક વાહનો વહેલી સવારમાંથી જ શહેરની હદમાં આવીને અલગ અલગ ડેરીઓમાં દૂધ ઠાલવી જતા હોય છે. આવા જ એક અખાદ્ય દૂધના 1,000 લિટરના જથ્થાનો પર્દાફાશ થયો છે. શહેરમાં કેટલા સેમ્પલ લેવામાં આવે છે એની માટે જાણકારી મેળવતા ફકત દોઢ વર્ષમાં દૂધના 8 નમૂના ફેલ થયાનું સામે આવ્યું છે.
જેને જોતા સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30% જેટલો થયો છે જે બાકીના શહેરો કરતા પણ વધુ આવ્યો છે. આને જોતા શહેરમાં નકલી દૂધનો વેપાર બેફામ થઈ રહ્યો છે જેના મથકોમાં સૌથી વધુ દૂધની ડેરીઓ તેમજ ચાના કીટલા છે. બે કેસમાં તો દૂધના નામે પાણી વેચાતું હોય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી. કારણ કે, તેમાંથી 3 કરતા પણ ખુબ ઓછા ફેટ નીકળ્યા હતા.
કારણ કે, વેપારીઓએ તેમાં પાણી હદ કરતા વધુ નાંખી દીધું હતું. આની સિવાયના નમૂનામાં ફોરેન ફેટ એટલે કે, દૂધમાં ફેટમાં વદારો કરવા માટે વેજિટેબલ ઘી અથવા તો સસ્તા તેલની ભેળસેળ નીકળી છે. આવી ભેળસેળ ખૂલે એટલે નમૂના સબસ્ટાન્ડર્ડ ગણાય છે કે, જ્યારે દૂધના પેકેટમાં પેકેજ કર્યાની તારીખ અથવા તો યૂઝ બિફોર ન લખ્યું હોય તો તેને મિસબ્રાન્ડેડ ગણવામાં આવે છે.
દૂધને ઉકાળી મલાઈ કાઢીને ફેટ 6માંથી 3 કરી નાંખે પછી નાંખે તેલ:
સામાન્ય રીતે પશુમાંથી 6.5 ફેટ સુધીનું દૂધ આવતું હોય છે. 6 ફેટનું દૂધ હોય તો તેના 1 લિટર દૂધમાંથી 100 ગ્રામ જેટલી મલાઈ ઉતારી લેવામાં આવતી હોય છે જેનું ઘી બનતું હોય છે. જો કે, નફાખોરો દ્વારા આવું દૂધ સતત ઉકાળ્યા પછી 6 ફેટનું 3 કરતા પણ ઓછું ફેટ કરી નાંખે છે.
ત્યારપછી પણ આ દૂધનાં ફેટમાં વધારો કરવા માટે તેલ અથવા તો વેજિટેબલ ઘી નાંખવામાં આવે છે. જેથી ફરીથી દૂધનું ફેટ 6.5 જેટલું થઈ જાય છે. જો કે, તેનો સ્વાદ તૂરો થઈ જાય છે જેથી તેને દબાવવા માટે પાઉડર પણ ઉમેરવામાં આવે છે. આવા દૂધમાં 7 ફેટ હોય તો પણ ઉકાળાય તો 60 ગ્રામ પણ મલાઈ થતી નથી.
ડેરીના પેકેજ્ડ દૂધમાં તારીખ ન નીકળી:
શહેરમાં આવેલ રૈયા સર્કલ નજીકની જનતા ડેરીમાંથી તેમની જ બ્રાન્ડના જનતા ડેરી ગોલ્ડ પેસ્ટ્યુરાઈઝ્ડ દૂધના નમૂના ગત વર્ષે લેવામાં આવ્યા ત્યારે એમાં મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલ ન હોવાને કારણે નમૂના મિસબ્રાન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલાને એક વર્ષ વિત્યું હોવા છતાં હજુ પણ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ફોરેન ફેટ હાજર હોવાથી શહેરમાં આવેલ રામેશ્વર ડેરી, ખોડિયાર ડેરી, નંદકિશોર ડેરી ફાર્મ પર કાર્યવાહી ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.