જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 થી 40 લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. ખરાબ હવામાનને કારણે પોલીસ અને સેનાના જવાનોને બચાવ સ્થળે પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈજાગ્રસ્તોને ખસેડવા માટે વાયુસેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.
#Kishtwar Coudburst:
Just now spoke to DM Sh Ashok Sharma.Following cloudburst in Dachhan region, 30 to 40 persons missing, 4 dead bodies recovered so far. Rescue operations going on with help of SDRF and Army. Air Force authorities contacted for lifting the injured as and
1/2— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 28, 2021
કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, બચાવ કામગીરી ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ ટીમે પણ આગેવાની લીધી છે. વાદળ ફાટવાના કારણે કિશ્તવાડમાં 9 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે. હજુ સુધી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બાકી લોકોની શોધ ચાલુ છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે અહીં ડીએમ અશોક શર્મા સાથે વાત કરી હતી અને પરિસ્થિતિની જાણ મેળવી હતી.
I have spoken to the LG & DGP of Jammu & Kashmir regarding cloudburst in Kishtwar. SDRF, Army & local administration are carrying out the rescue operation. NDRF is also reaching there. Our priority is to save as many lives as possible: Union Home Minister Amit Shah
(File photo) pic.twitter.com/BQBNBEjZCf
— ANI (@ANI) July 28, 2021
બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં અચાનક આવેલ પુરને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 9 લોકો લાપતા હોવાનું જણાવાયું છે. લાહૌલ-સ્પીતી જિલ્લાના ઉદયપુરમાં મંગળવારે રાત્રે આઠ વાગ્યે આ ઘટના બની હતી. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાને કારણે લાહૌલ-સ્પીતી જિલ્લામાં અચાનક પૂર આવી ગયો હતો. ચંબા જિલ્લામાંથી પણ એમ વ્યક્તિ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.
દેશના તમામ મોટા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના ત્રીજા નીચા દબાણનો ક્ષેત્ર બંગાળની ખાડીમાં વિકાસ કરી રહ્યો છે. આ અસરને કારણે શનિવાર સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. 27 જુલાઇ સુધીમાં દેશમાં કુલ 408.5 મીમી વરસાદનો રેકોર્ડ નોંધાયો છે, જે 27 જુલાઇ સુધીમાં 413.8 મીમી હતો. એટલે કે અત્યાર સુધીમાં ચોમાસાના માત્ર 1% વરસાદ જ ઓછો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.