એરક્રાફ્ટ પ્લેન મિગ-21 ક્રેશ થવાથી ભારતીય એરફોર્સના પાયલટ અભિનવ ચૌધરી થયા શહીદ

પંજાબના મોગા વિસ્તારમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અંદાજે ૧૧ વાગીને ૧૫ મિનીટ પર વાયુ સેનાનું ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ક્રેશ થયું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ…

પંજાબના મોગા વિસ્તારમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અંદાજે ૧૧ વાગીને ૧૫ મિનીટ પર વાયુ સેનાનું ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ક્રેશ થયું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ મોગા વિસ્તારના લંગેઆના ગામ પાસે ક્રેશ થયું હતું. આ વાયુ સેનાના ફાઇટર એરક્રાફ્ટ મિગ -21ના પાયલટ અભિનવ ચૌધારીનું મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે આ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 એ રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પરથી ઉડ્યું હતું. ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ઇનાયાતપુરામાં પ્રેક્ટીસ કરીને પરત ફરી રહ્યું હતું. જેમાં બેઠેલ પાયલટ ટ્રેનીંગ લઇ રહ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બર્થીડા એરફોર્સ સ્ટેશન અને હલવારા એરફોર્સ સ્ટેશનથી વાયુ સેનાની ટુકડી ઘટના સ્થળે પહોચી હતી.

ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 રાત્રે ૧૧:૧૫ વાગ્યા આજુબાજુ લંગેઆના ગામ નજીક ૫૦૦ મીટર દુર ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરી મૃત્યુ પામ્યા હતા. ૪ કલાકની મહેનત કર્યા બાદ પાયલટ અભિનવ ચૌધરીના મૃતદેહ ખેતરોમાંથી મળી આવ્યો. પરંતુ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 પ્લેન ક્રેશ થવાને કારણે ગામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by SSBCrack (@ssbcrackofficial)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *