યુવકને ચાલુ કારે અચાનક જ છાતીમાં ઉપડ્યો દુખાવો, હાર્ટ એટેકથી નીપજ્યું મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાર્ટ એટેક(Heart attack)ને લીધે ઘણા લોકો મોતને ભેટે છે, જેને કારણે હાર્ટ એટેકને કારણે થઇ રહેલા મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક લોકોના આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં જંગી ઉછાળો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ મોરબી(Morbi)થી સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું થયું છે. પ્રાપ્ત જાણકારી મુજબ, મોરબી જિલ્લાના વાંકાનેર પાસે વઘાસીયા ટોલનાકા નજીક ચાલુ કારે 30 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરબીથી પાછા ફરતી વખતે ચાલુ ગાડીમાં 30 વર્ષના નરપત ઉભડિયા નામના યુવાનને હાર્ટ એટેક આવ્યા પછી તેનું મોત નીપજ્યું હતું. હાલ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા પણ સુરતમાં શનિ કાલે નામના 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. શનિ મિત્રો સાથે હોટલમાં જમવા માટે ગયો હતો. જમીને ઘરે પાછા ફરતી વખતે ચાલુ બાઈકે શનિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી મિત્રોએ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં શનિએ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ જ દિવસે પાટણ ખાતે આવેલ રાધનપુર ST ડ્રાઈવરનું હાર્ટએટેકથી મોત થયું છે. છેલ્લા ઘણા સમયથી રાધનપુર ST ડેપોમાં ભારમલભાઈ આહીર ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે ભારમલભાઈ સોમનાથથી રાધનપુર તરફ બસ લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન રાધનપુરથી ફક્ત 1 કિલોમીટર બસ ચલાવતા જ તેમને અચાનક છાતીમાં દુઃખાવો શરુ થઇ ગયો હતો. જેથી તેઓ બસને પાછી રાધનપુર ડેપોમાં લાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *