ફરી એકવાર સુરત થયું શર્મસાર! પાડોશી યુવકે વિડીયો બનાવવાની લાલચ આપી કિશોરી પર ત્રણ-ત્રણ વાર આચર્યું દુષ્કર્મ

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં સતત ઉછાળો નોંધાય રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં રહેતા યુવકે તેના પાડોશમાં…

સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં સતત ઉછાળો નોંધાય રહ્યો છે. ત્યારે હવે સુરત શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં રહેતા યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીને સાથે પહેલા મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા(Social media)માં વિડીયો મોકલીને લલચાવી ફોસલાવી હતી.

મળતી માહિતી અનુસાર, ત્યારબાદ તેને પોતાની વાતોમાં ભોળવી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે યુવતીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, શહેરના લિંબાયત આસપાસ નગરમાં રહેતો સાગર ઉર્ફેક કાર્તિક વિનોદ પાટીલ નામના યુવકે તેની જ સોસાયટીમાં રહેતી યુવતીને પોતાની વાતોમાં ફસાવી લીધી હતી યુવતી સાથે મિત્રતા કર્યા પછી અવારનવાર યુવતીને મોબાઇલમાં નવા નવા વિડીયો મોકલી વિડીયો બનાવવા માટે લલચાવી અને ફોસલાવી રહ્યો હતો.

ત્યારબાદ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ બ્લેક બર્ડ નામની હોટલમાં લઈ ગયો હતો અને જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત જો આ વાત અંગેની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જોકે ત્યારબાદ પણ સાગર ઉર્ફે કાર્તિક તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતો રહ્યો અને ડિસેમ્બર 2022માં પણ ત્રણ વાર બ્લેક બર્ડ હોટલમાં લઈ ગયો હતો અને ત્યારે પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.. જેથી આખરે ભોગ બનનારી યુવતીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે સાગર ઉર્ફે કાર્તિક સામે અપહરણ અને દુષ્કર્મ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *