કેનેડામાં નોકરીનું ડરામણું સત્ય: 3000 ભારતીયો વેઈટર બનવા માટે લાઈનમાં…જુઓ વિડીયો

Canada News: દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં ભણવાનું સપનું લઈને કેનેડા જાય છે. આમાંના મોટાભાગના યુવાનો નોકરી લેવાનું અને તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું (Canada News) નક્કી કરીને ત્યાં જાય છે, પરંતુ કેનેડામાં નોકરી મેળવવી એ સરળ કાર્ય નથી. દરેક વ્યક્તિને સ્વપ્ન જોવાનો અધિકાર છે, પરંતુ આ સ્વપ્નની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

જી હા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી અને મામલા વિશે જાણ્યા પછી તમે કહેશો કે સપનાની બહારની દુનિયા ખરેખર ઘણી અલગ હોય છે. જો દેશી ભાષામાં વાત કરીએ તો દૂરથી ડુંગર રળીયામણા એ કહેવત સાર્થક કરતી હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ વેઈટરની નોકરી માટે કેનેડામાં રેસ્ટોરન્ટની બહાર લાઈનમાં ઉભા હોય છે. અહીંયા લગભગ 3000 ભારતીયો આ કામ માટે આવ્યા હતા.

વેઈટર અને સર્વિસ સ્ટાફ માટે નોકરીની જરૂર છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @MeghUpdates નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વિડિયો પોસ્ટને કેપ્શન આપવામાં આવ્યું છે કે ‘ભારતમાંથી સુંદર સપના સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓને ગંભીરતાની જરૂર છે! કારણકે માત્ર વેઈટરની નોકરી માટે લાઈન તો જુઓ….

મોટા ભાગના લોકો ભારતીયો
તેમાંથી મોટા ભાગના ભારતીયો છે, જેઓ નોકરીના ઈન્ટરવ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ રેસ્ટોરન્ટમાં વેઈટર અને સર્વિસ સ્ટાફની નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવ્યા છે. પોતાની નિરાશા વ્યક્ત કરતા, કતારમાં રહેલા અગમવીર સિંહે કહ્યું કે તેઓ બપોરે 12 વાગ્યાની આસપાસ આવ્યા હતા અને કતાર ઘણી લાંબી હતી.

લોકોએ કરી આ કમેન્ટ્સ
અન્ય એક યુવકે કહ્યું કે આટલા બધા વિદ્યાર્થીઓને આવી વિકટ પરિસ્થિતિમાં જોવું નિરાશાજનક છે. એક યુઝરે ટિપ્પણી કરી કે કદાચ હવે સમય આવી ગયો છે કે વિદ્યાર્થીઓ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરે અને આવું પગલું ભરતા પહેલા બે વાર વિચાર કરે. એક યુઝરે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે આટલા બધા યુવાનોને નોકરી મેળવવા માટે સંઘર્ષ કરતા જોઈને હૃદયદ્રાવક છે.તો બીજા યુઝરે કહ્યું કે ત્યાં શું બાપાનું કામ છે અહીંયા રહીને મોઝ કરોને, ત્યારે ત્રીજા યુઝરે કહ્યું કે જે થયું એ બરાબર થયું, તો અન્યએ લખ્યું કે તો પણ મોહભંગ નહિ થશે અને ત્યાં જઈને સંડાસ સાફ કરશે અહીંયા આવીને વિદેશનો પાવર બતાવશે