સામાન્ય રીતે કેળાના ભાવ ૨૦ થી ૩૦ રૂપિયા જ હોય છે પરંતુ અહિયાં ૩૦૦૦ રૂપિયાના કેળા મળી રહ્યા છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉને પહેલીવાર ઔપચારિક રીતે સ્વીકાર્યું છે કે, તેમનો દેશ ખાદ્ય સમગ્રીમાં ભારે અછતનો સામનો કરી રહ્યો છે. કિમ જોંગ ઉને પોતાની પાર્ટીના નેતાઓની મીટીંગમાં જણાવતા કહ્યું હતું કે, દેશના સામાન્ય લોકો માટે ભોજન મેળવવું એ ખુબ જ કઠિન બન્યું છે. કિમ જોંગ ઉને જણાવતા કહ્યું કે, દેશનું કૃષિક્ષેત્ર અનાજની ઊપજના લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે, કારણ કે, ગયા વર્ષે આવેલાં તોફાનોને કારણે પૂરનો સામનો કરવો પડ્યો હતો.
દરેક ખાદ્ય પર્દાથના ભાવ આસમાને…
મળતી માહિતી અનુસાર, ઉત્તર કોરિયામાં ખાવાપીવાની દરેક વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. ઉત્તર કોરિયાની ન્યુજ એજન્સી દ્વારા જાણવા મળ્યું છે કે, દેશમાં સામાન્ય કિંમતના કેળાં પણ 3000 રૂપિયે વેચાઈ રહ્યા છે. એક કિલો કેળા ૩૦૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે. ખરેખરમાં ઉત્તર કોરિયામાં આટલો મોટો ભાવવધારો અને ફુગાવો કોરોનાને કારણે થયું છે તેવું ત્યાના નિષ્ણાંતનું માનવું છે. કારણ કે ઉત્તર કોરીયાએ પોતાના પડોશી દેશોને સ્પર્શતી પોતાની સરહદ બંધ કરી દીધી હતી, જેને લઈને ચીન સાથેનો મોટાભાગનો વેપાર ઘટી ગયો. ખરેખરમાં વાત તો એ છે કે, ઉત્તર કોરિયામાં ખાનપાનની ચીજો, ખાતર અને ઈંધણ માટે મોટાભાગે ચીન ઉપર જ આધાર રાખે છે.
ભૂખમરા અને મોંઘવારીની સાથે સાથે ઉત્તર કોરિયા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રતિબંધો ખાસ કરીને તેના પરમાણુ કાર્યક્રમોને કારણે લાદવામાં આવ્યા છે. કિમ જોંગ ઉને દેશની સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની મહત્ત્વની સેન્ટ્રલ કમિટીની મીટીંગમાં ઉત્તર કોરિયામાં ખાદ્યપ્રદાર્થની અછતની સાચી સ્થિતિ વિશે બેઠક કરી હતી. આ બેઠક આ અઠવાડિયે રાજધાની પ્યોંગયોંગમાં યોજાઈ હતી. કોરોના મહામારી અને બીજી આર્થિક તકલીફોને કારણે ઉત્તર કોરિયામાં કૃષિ ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો છે, પરંતુ કિમે આ બેઠકમાં કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષના મુકાબલે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું છે. પરંતુ હાલ દેશમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે, લોકો સામાન્ય વસ્તુ લેવા માટે પણ સો વાર વિચાર કરી રહ્યા છે.
90ના દાયકામાં દુષ્કાળના કારણે લાખો લોકો ભૂખથી મર્યા હોવાની આશંકા
કિમ જોંગ ઉને આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ સ્વીકાર્યું હતું કે, તેમનો દેશ એકસાથે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. કિમ જોંગ ઉને એ સમયે તેમના અધિકારીઓને જણાવતા કહ્યું હતું કે, પોતાના દેશની સમાન્ય જનતાને મુશ્કેલીઓમાં થોડી પણ રાહત મળે એ કારણોસર તાત્કાલિક એક ‘The Arduous March’ શરૂ કરવામાં આવે. આ શબ્દનો ઉપયોગ ઉત્તર કોરિયામાં ખરેખરમાં 1990ના દાયકામાં કરવામાં આવ્યો હતો. જ્યારે આખો દેશ ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો અને લોકો ભૂખથી મરી રહ્યા હતા. એ સમયે સોવિયેત સંઘના વિઘટન પછી ઉત્તર કોરિયાને મદદ મળવાનું બંધ થયું હતું. એ દુષ્કાળ દરમિયાન ભૂખમરાના કારણે લાખો માસુમ લોકોનાં મોત થયાં એની સ્પષ્ટ જાણકારી તો મળી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ભૂખમરામાં ૩૦ લાખ લોકોના મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.