નબીરાનો આતંક: પાર્ક કરેલા અનેક વાહનોને લીધા અડફેટે, જુઓ ખતરનાક વિડીયો

Noida Thar viral video: નોઈડાના સેક્ટર-16 સ્થિત કાર માર્કેટમાં એક ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં થાર વાહનનો ડ્રાઈવર (Noida Thar viral video) રોંગ સાઈડમાં ગાડી ચલાવતો જોવા મળે છે. આ દરમિયાન તેણે રોડ પર પાર્ક કરેલી કેટલીક બાઇક અને સ્કૂટરને ટક્કર મારી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

વીડિયોમાં જોવા મળે છે ભયાનક દ્રશ્ય
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે થાર ડ્રાઈવર બેદરકારીથી રોંગ સાઈડમાં ડ્રાઈવ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે પાર્ક કરેલી કેટલીક બાઇક અને સ્કૂટરને જોરથી ટક્કર મારી હતી. જેના કારણે ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ વીડિયો બે દિવસ જૂનો હોવાનું કહેવાય છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી હતી
વીડિયોના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશન ફેઝ-1 આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આવા ખતરનાક સ્ટંટ રાહદારીઓના જીવને જોખમમાં મૂકવા સમાન છે. સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આવા વીડિયો અવારનવાર સામે આવે છે
આવા વિડિયો અવારનવાર માત્ર નોઈડાથી જ નહીં પરંતુ સમગ્ર ભારતના વિવિધ શહેરોમાંથી સામે આવે છે. કેટલાક વીડિયોમાં કાર ખૂબ જ સ્પીડમાં જતી જોવા મળે છે. તો કેટલાક વીડિયોમાં કાર લોકોને કચડી નાખે છે.