Chhota Udepur Gauvansh News: છોટાઉદેપુરમાં કતલખાને લઇ જવામાં આવતા 31 ગોવંશનો બચાવ થયો છે. એસ.ઓ.જીની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી (Chhota Udepur Gauvansh News) મળી હતી કે હમીરપુરા ગામે કરા નદી કિનારે આંગણવાડી પાસે એક ટેમ્પો ગૌવંશો ભરી કતલ કરવાનાં ઈરાદે કડીપાણી થઈ મહારાષ્ટ્ર ખાતે લઇ જવામાં આવી રહી છે, જે બાતમીના આધારે રેડ કરતા ટેમ્પામા કતલખાને લઈ જવામાં આવતા અને દોરડાથી બાંધી દયનીય હાલતમાં પશુઓ મળી આવ્યા હતા.
31 ગૌવંશનો થયો બચાવ
પશુઓને કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર ટેમ્પાના ડાલમાં પુરતી મોકળાશ વગરની જગ્યામાં ક્રુરતા પુર્વક બાંધ્યા હતા. જેમાં કતલ કરવાનાં ઇરાદે લઇ જતા ગૌવંશ (બળદો)નંગ-૦૬ તથા ટેમ્પાની પાછળ ઝાડી-ઝાખરમાં પણ ગૌવંશ (બળદો) ને ટુકા દોરડા વડે બાંધી કોઇ ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર રાખ્યા હતા.
થી પોલીસે તપાસ કરી ગૌવંશ (બળદો) છોડાવીને આરોપીઓ સામે પશુ સરંક્ષણ ધારા તથા પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટ મુજબ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામા આવ્યો છે.
બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે
દશરથભાઇ રુમલાભાઇ રાઠવા રહે. રાયસીંગપુરા પટેલ ફળીયા તા. કવાંટ જી. છોટાઉદેપુર દલસીંગભાઇ તરજુભાઇ રાઠવા રહે.કડીપાણી બસ સ્ટેન્ડ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર ને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. અને પકડવાનો બાકી આરોપી મુન્નાભાઇ કુરેશી રહે. નંદુરબાર (મહારાષ્ટ) ને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App