સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેકવાર દારુ ઘુસાડવાના કાવતરા રચવામાં આવે છે અને આ કાવતરાને સુરત પોલીસ(Surat Police) નિષ્ફળ બનાવતી હોય છે. ત્યારે 31 ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ બન્યા છે અને બહારથી સુરતમાં દારૂ ઘુસાડવા(Pushing alcohol)માં આવી રહ્યો હતો. જેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ મિનરલ વોટરની બોટલની આડમાં દારૂને સુરતમાં ઘુસાડવાનો કીમિયો રચવામાં આવ્યો પરંતુ તેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ પ્રકારના કીમીયાને જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મિનરલ વોટરની આડમાં લઇ જવામાં આવી રહેલ આ દારૂને SOG પોલીસએ ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે બે શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
ડર વર્ષની જેમ 31 ફર્સ્ટ પહેલા સુરતમાં દારૂ ઘૂસવાના અનેક કીમીયાઓ રચવામાં આવે છે. પરતું સુરત પોલીસની સતર્કતાને કારણે આ પ્રકારના બુટલેગરના કાવતરાને નિષ્ફળ બનાવીને પોતાની આગવી ફરજ નિભાવે છે. હાલમાં આ દારૂના જથ્થા સાથે બે લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.