ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન(Omicron)ની દહેશત ફેલાઈ ચુકી છે. જ્યાં શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સીટી(Marwadi University)માં ઇથોપિયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય યુવતી કોરોના(Corona) પોઝિટિવ સામે આવી છે અને તેને ઓમિક્રોન હોવાની આશંકા પણ પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DJ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં DJના તાલે 1 હજાર જેટલાં યુવક-યુવતીઓ નાચ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ અંગે મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2એ જણાવતા કહ્યું હતું કે, પોલીસ દ્વારા રાત્રે તપાસ કરવામાં આવતા પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વીડિયો મામલે CCTV ફૂટેજ માટે DVR મેળવી તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાર્ટી કરવા બદલ મારવાડી યુનિવર્સિટીના સંચાલકો અને જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મુદ્દે મારવાડી યુનિવર્સિટીનાં સૂત્રોએ જણાવતા કહ્યું હતું કે. આ પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી આવી હતી અને પાર્ટી બંધ કરાવી હતી તથા બધાને હોસ્ટેલ જવા માટેની સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતાં અનેક તર્ક-વિતર્કો શરુ થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.