મિત્રની બર્થડે પાર્ટી ઉજવી પરત ફરી રહેલા બે મિત્રોને થયો કાળનો ભેટો- ઘટના સ્થળે જ મળ્યું દર્દનાક મોત

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ગાંધીનગર (Gandhinagar)ના ખ…

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ગાંધીનગર (Gandhinagar)ના ખ રોડ પ્રમુખ નગર ચાર રસ્તા નજીક મધરાત્રે ટ્રેલરનો ચાલક પૂરપાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા સવાર બંને મિત્રોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મૃતક યુવાનનાં ફિંગર પ્રિન્ટથી મોબાઇલ ફોન અનલોક કરી વાલી વારસોને શોધી કાઢ્યા હતા. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ખ રોડ પર અકસ્માત સર્જાયો:
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં ગઈ મધરાત્રે ખ રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરે બાઈક સવાર બે યુવાનોને અડેફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જે અંગે સેકટર – 7 પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સેકટર – 22 પ્લોટ નંબર 1064માં રહેતાં હર્ષદભાઈ ચૌહાણ પ્રિન્ટીંગ પ્રેસનો ધંધો કરે છે.

બન્ને મિત્રો બર્થડે પાર્ટીમાં ગયા હતા:
હર્ષદભાઈ ચૌહાણનો 22 વર્ષીય પુત્ર ભાર્ગવ કોલેજ પૂર્ણ કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે તેના મિત્ર જૈનીલસિંહનાં (22) પિતા શૈલેન્દ્રસિંહ ચાવડા એસઆરપી ગૃપ-12માં ફરજ બજાવે છે. ગઈકાલે ભાર્ગવ અને જૈનીલ એક્ટિવા લઈને અન્ય એક મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે સરગાસણ ગયા હતા. આ દરમિયાન બંને મિત્રોને આ અકસ્માત નડ્યો હતો.

ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોતને ભેટ્યા:
બર્થડે પાર્ટી ઉજવી બન્ને મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન મધરાત્રે ખ રોડ પરથી પસાર થતી લેવા પ્રમુખ નગર ચાર રસ્તા પાસે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. જ્યારે બન્ને મિત્રો ઉછળીને રોડ પર પટકાયા હતા. અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોતને ભેટયા હતા. બંનેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોન ખોલવામાં આવ્યો:
બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળ પર પહોચી હતી. જ્યાં રોડ પર બંને યુવાનો મરણ ગયેલી હાલતમાં પડ્યા હતા. જેઓનાં વાલી વારસોને શોધવા જરૂરી હોવાથી પોલીસે સ્થળ પરથી મળેલી કોલેજ બેગ તપાસી હતી. પણ કોઈ હકીકત જાણવા મળી ન હતી. એટલામાં મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. પરંતુ ઘણાં પ્રયાસ પછી પણ મોબાઇલનો લોક ખુલતો ન હતો.

આખરે પોલીસને મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોન ખોલવામાં સફળતા મળી હતી. જેનાં આધારે બન્નેના વાલી વારસોને શોધી કાઢવામાં આવ્યા હતા. હાલ પોલીસે ટ્રેલરના ચાલકને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને યુવાનોના મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *