ગોધરામાં ખાનગી લકઝરી બસને નડ્યો અકસ્માત: બસ પલ્ટી જતા 35 મુસાફરો ઈજાગ્રસ્ત

આજ રોજ પશ્ચિમ ગુજરાતમાં આવેલ પંચમહાલના ગોધરામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ઉત્તરપ્રદેશથી સુરત જઈ રહેલી બસને ગોધરા-પરવડી ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. બસ પલટી ખાઈ જતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આ બસમાં અંદાજીત 100 જેટલા મુસાફરો સવાર હતા.  આ અકસ્માતમાં 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. તેવામાં કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે ગુજરાતમાં રાજ્ય બહાર રહેતાં અને કામ અર્થે આવેલાં લોકો પોતાના વતન પરત ફર્યા હતા. જો કે, હવે ફરીથી ગુજરાતમાં ધંધાકીય પ્રવૃતિ ધમધમતાં શ્રમિકો પરત ગુજરાત આવી રહ્યા છે. તેવામાં ઉત્તરપ્રદેશથી શ્રમિકો સુરતમાં મજૂરી કામ અર્થે આવી રહ્યા હતા. તે સમયે પંચમહાલના ગોધરા તાલુકાની ગોધરા-પરવડી ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી.

ગોધરા નજીક ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં લોકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અને તાત્કાલિક લોકોને બચાવવા માટેનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 35 લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈનાં મૃત્યુ થવાની જાણકારી મળી નથી.

મળતી માહિતી પ્રમાણે, બસમાં 100 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 60 ટકા મુસાફરો ભરવાની જ છૂટ આપવામાં આવી છે. ત્યારે આ બસમાં નિયમોને નેવે મૂકીને 100 મુસાફરો ભરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે બસની કેપેસિટી 40થી 45 મુસાફરોની હોય છે, પરતું આ બસમાં કેપેસિટીના બે ગણાથી પણ વધારે મુસાફરો ભરી દેવામાં આવ્યા હતા. બસ ઉત્તર પ્રદેશથી ગુજરાતના ગોધરા સુધી પહોંચી ત્યાં સુધી તેનું ચેકિંગ જ હાથ ધરાયું ન હતું સહિતનાં અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

આ અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક અને 108ની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અક્સમાતની ઘટનામાં મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે કોરોના કાળમાં બસમાં ૧૦૦થી વધુ મુસાફરો સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *