10 પાસ માટે રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક: 3 હજારથી વધુ ખાલી જગ્યા પર થશે ભરતી- અહિયાં ક્લિક કરીને કરો આવેદન

10th pass in railway job: રેલવે રિક્રુટ સેલ વેસ્ટર્ન રિજન (RRC WR) એ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. RRC પશ્ચિમ ક્ષેત્ર દ્વારા 3624 એપ્રેન્ટિસશીપ ખાલી જગ્યા માટે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન(10th pass in railway job) અરજી 27 જૂન 2023 થી શરૂ કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે. વધુ માહિતી માટે, તમે તેની ઓફિસિયલ વેબસાઇટ rrc-wr.com ની મુલાકાત પણ લઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્કસ સાથે 10+2 સિસ્ટમમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું ધોરણ પાસ હોવું જોઈએ.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ હોવી જોઈએ, જ્યારે મહત્તમ વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા
પસંદગી (ઓછામાં ઓછા 50% ) અને ITI પરીક્ષામાં અરજદારો દ્વારા મેળવેલા ગુણની સરેરાશ ટકાવારી ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવનાર મેરિટ લિસ્ટના આધારે તેમને ભરતી કરવામાં આવશે.

અરજી ફી
અરજી ફી (નૉન રિફંડેબલ) રૂ.100. (SC/ST/PWD/મહિલા અરજદારોએ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં)

કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ઓફિસિયલ વેબસાઇટ rrc-wr.com ની મુલાકાત લેવી આવશ્યક છે.

વેબસાઇટના હોમ પેજ પર અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ પણ ખુલશે.

હવે અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો દાખલ કરો.

વિગતો ભર્યા પછી એકવાર તપાસો અને પછી તમારું ફોર્મ સબમિટ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *