Indian Army Bharti: ભારતીય સેનામાં નોકરી કરવાની સુવર્ણ તક- અહિયાં ક્લિક કરીને કરો આવેદન

Indian Army Bharti 2023: ભારતીય સેનાએ ત્રણ મોટી ભરતી જાહેર કરી છે. જેમાંથી SSC ટેકનિકલ કોર્સ માટેની અરજી પ્રક્રિયા કાલે 20મી જૂનથી શરૂ થઈ ગઈ છે. આ માટે અરજી(Indian Army Bharti 2023) કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2023 છે. તે જ સમયે, JAG કોર્સ માટે અરજી 22 જૂનથી 21 જુલાઈ સુધી શરૂ થશે અને NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ કોર્સ માટે ભરતી 5 જૂનથી 3 ઓગસ્ટ સુધી રહેશે. ત્રણેય જગ્યાઓ માટે પુરૂષ અને મહિલા બંને અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી ભારતીય સેનાની ભરતી સતાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને કરવાની રહેશે.

ભારતીય સેનાના 62મા SSC ટેક (પુરુષ) અને 33મા SSC ટેક (મહિલા) કોર્સ એપ્રિલ 2024 માટે, ઉમેદવારો પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ આ માટે અરજી કરી શકે છે. પરંતુ તાલીમ શરૂ થયાના 12 અઠવાડિયાની અંદર ડિગ્રી સબમિટ કરવાની રહેશે. આ માટે, એન્જિનિયરિંગ ડિગ્રીમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા પછી SSB ઇન્ટરવ્યુ લેવામાં આવશે. SSB ઇન્ટરવ્યુ પાંચ દિવસનું રહશે છે.

JAG કોર્સ
તેના દ્વારા ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ બને છે. આ માટે ઓછામાં ઓછા 55 % માર્ક્સ સાથે LLB કરવું જોઈએ. આ સાથે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં એડવોકેટ તરીકે રજીસ્ટ્રેશન પણ જરૂરી છે.

JAG માટે, ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 27 વર્ષ હોવી જોઈએ.

JAG કોર્સ માટે પસંદગી થવા પર, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી એટલે કે OTA ચેન્નાઈ ખાતે 49 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે.

NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ
NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ કોર્સ માટે, ઓછામાં ઓછા B ગ્રેડ સાથે C પ્રમાણપત્ર હોવું જોઈએ.

માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ.

ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે.

આ માટે વય મર્યાદા 19 થી 25 વર્ષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *