ભરૂચમાં 37 વર્ષીય યુવકે દીકરી સમાન સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ

Bharuch News: અંકલેશ્વર માં પરણિત પાડોશી દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બે માસનો ગર્ભ રહી જતા સમગ્ર હકીકત સામે આવી છે. સગીરા દ્વારા આ અંગે પરિવારને સમગ્ર વિગત જણાવી અંતે પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મનો (Bharuch News) ગુનો નોંધી તપાસ આરંભી હતી. 37 વર્ષીય પાડોશી દ્વારા પોતાના કરતા અર્ધી ઉંમરની સગીરા જોડે દુષ્કર્મ વારંવાર આચર્યું હતું.

37 વર્ષીય યુવકે દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું
અંકલેશ્વર શહેર માં પાડોશી જ પાડોશી ની સગીર દીકરી પર બદદાનત રાખી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં રહેતા 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાડોશ માં રહેતી સગીરા ને તું મને ગમે છે. કહી વારંવાર પ્રપોઝ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સગીરાને ગર્ભ રહી ગયો હતો
વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો.જેને લઇ પેટમાં દુખાવો શરુ થતા માતા દ્વારા તેને તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા.

અંતે સગીરા દ્વારા પાડોશી પરણિત એવા અલ્પેશ સૂરતી દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવીને હતી અને મરજી વિરુદ્ધ અનેક વાર શરીર સંબંધ બાંધ્યો હતો અને હું સંભાળી લઈશ તેમ કહેતા હતા. અંતે સગીરા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતી ને ઝડપી પાડ્યો હતો. અને તેની તબીબ પરીક્ષણ કરાવી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સગીરા ને જે જે સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું,

ત્યાં જઈ પંચકેશ કરી તપાસ શરુ હતી. એક પુત્ર ના પિતા એવા અલ્કેશ સુરતીએ સગીરા પાસે સોશ્યલ મીડિયા ના માધ્યમ થી તેના અભદ્ર ફોટો પણ મંગાવ્યા હતા. ત્યારે ફોટા આધારે બ્લેક મેલ કર્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરી હતી. સમગ્ર મામલો હાલ અંકલેશ્વર શહેરમાં ચર્ચા નો વિષય બન્યો છે. ત્યારે સગીરા ના પરિજનો તેમજ સમાજ દ્વારા ભારે ફ્તીકાર ની લાગણી નરાધામ અલ્કેશ સુરતી પર વરસાવી હતી.