સુરત નજીક આવેલ વેલંજાના રામાવટિકામાં રહેતા બ્રિનેડ રત્નકલાકાર પિયુષ નારાયણ માંગુકિયાના ફેફસાં, કિડની, યકૃત, સ્વાદુપિંડ અને આંખોનું દાન કર્યું હતું. આનાથી આઠ લોકોને નવું જીવન મળ્યું. પીયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. વેલંજાના રામાવટિકાના રહેવાસી પીયૂષ રામકૃષ્ણ વ્યવસાયે રત્નકલાકાર હતા.
રાજ્યમાં આવી ઘટના પહેલીવાર છે જ્યારે એક જ વ્યક્તિના ઘણા બધા અંગો એક સાથે દાન કરવામાં આવ્યા છે. પીયુષભાઈનું હ્રદય સુરતથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યું છે. સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં મોકલવામાં આવશે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત નજીક વેલંજા ખાતે આવેલી રામવાટીકામાં રહેતા પીયુષ નારાયણભાઈ માંગુકીયા મૂળ ભાવનગર જિલ્લાના માળવાય ગામના વતની હતી. રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે 10 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો.
જ્યાં ન્યુસર્જન ડો.હમસમુખ સોજીત્રાએ મગજમાં સંગ્રહિત લોહીની સારવાર કરી. 28 ઓક્ટોબરે, ડો.સોજીત્રાની ટીમે પિયુષને બ્રેનેડ જાહેર કર્યો હતો. ડોનેટ લાઇફ સોસાયટીએ પિયુષના પિતા નારાયણભાઇ અને અન્ય સભ્યોને અંગદાન કરવા સમજાવ્યા. બુધવાર તા.28 ઓકટોબરના રોજ ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉ.ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉ.કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરાએ પીયુષને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.
પીયુષનું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં બોરસદ (આણંદ) ના 39 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. મુંબઇની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં 44 વર્ષીય વ્યક્તિને ફેફસાંનું પ્રત્યારોપણ કરાયું હતું. આઈ.કે.ડી.આર.સી., અમદાવાદ ખાતે ચાર કિડની, યકૃત અને સ્વાદુપિંડનું જુદા જુદા ચાર દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયું હતું. આંખો લોકપ્રિય આઇ બેંકને આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle