ઈઝરાયલના નવા ફરમાનથી ગાઝાવાસીઓમાં ફફડાટ: 39000 લોકોના મોતથી 17000 બાળકો થયા અનાથ

Israel Hamas War: ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર વૈશ્વિક સ્તર પર પડી રહી છે.  ઈઝરાયલ દ્વારા ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. જો કે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં ભારત અને અમેરિકા(Israel Hamas War) સહિત વિશ્વના ઘણાં દેશોએ ગાઝામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો પર ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આ દરમિયાન ઈઝરાયલે ગાઝામાં ફરમાન જાહેર કર્યું છે કે, લોકોએ ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું.

મીડિયા ઓફિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આંકડો 39,000 થી વધુ લોકોની કુલ મૃત્યુઆંકનો એક ભાગ છે. કાર્યાલયે જણાવ્યું હતું કે યુદ્ધમાં લગભગ 90,000 પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ છે. લગભગ 10,000 હજુ પણ ગુમ છે.

34 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે 17,000 બાળકો એક અથવા બંને માતાપિતા વિના જીવે છે, ઓફિસે જણાવ્યું હતું. તાજેતરના આંકડાઓ અગ્રણી જનરલ મેડિકલ જર્નલના અનુમાન મુજબ આવે છે કે ઇઝરાયેલના નરસંહાર અભિયાનમાં મૃત્યુઆંક 186,000 અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે, જે વસ્તીના 7.9 ટકા છે.

ઈઝરાયલી સેના ખાન યુનિસ શહેરમાં હમાસના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં મુવાસીના વિસ્તારો પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે મુવાસી વિસ્તારોમાંઘણાં કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકો રહે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ખાન યુનિસની આસપાસના વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 70 લોકો માર્યા ગયા હતા.

ત્યારે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 39,100થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે સાતમી ઓક્ટોબર 2023માં દક્ષિણ ઈઝરાયલ પર હમાસના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 115 લોકો હજુ પણ ગાઝામાં છે, જેમાંથી ત્રીજા ભાગના લોકો માર્યા ગયા છે.