રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અમદાવાદની ACB ટીમે જિલ્લા પોલીસના RR સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસના આર. આર. સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને વચેટિયો વિપુલ બલર તેમજ અન્ય એક પોલીસવાળો વેપારી પાસે જઈને તમારે ધંધો કરવો હોય તો લાંચ પેટે 4.50 લાખ રૂપિયા આપવા પડશે.વેપારીએ સમજાવ્યું કે તે ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતા જમાદાર અને વચેટિયો માન્યા ન હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રેન્જ આઇજી કર્મચારી લાંચકાંડ બહાર આવ્યા બાદ ગતરોજ જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા. તેથી વેપારીએ એન્ટી કરપ્શનની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ત્યાંથી ટીમ આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના 4.50 લાખ આપવા આવ્યો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો.
જિલ્લા પોલીસની આર આર સેલમાં પહેલા ફરજ બજાવતા જમાદાર મહાદેવ સેવાઇકર અને વિપુલ બલર નામનો વચેટિયો અને અન્ય એક પોલીસવાળો વેપારી પાસે ગયા હતા અને ધંધો કરવા માટે 4.50 રૂપિયાની માંગણી કરી હતી. તેજ સમયે મહાદેવ પણ આવી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. એસીબીએ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય એક પોલીસવાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિપુલ કેમિકલનો વેપાર કરે છે.
અત્રે ઉલેખનીય છે કે, 30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેઇડ કરી હતી. તે સમયે કહ્યું કે ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા વિપુલને આફી દેવાના. જે કારમાં આવીને બોગસ રેઇડ થઈ હતી તે સ્કોર્પિઓ કાર પણ એસીબીએ કબજે લીધી હોવાની માહિતી મળી છે. ઓઇલના વેપારીને વચેટિયો અને પોલીસવાળા કહે છે કે આ રૂપિયામાંથી ઘણા રૂપિયા ઉપરી અધિકારીઓને પણ આપવાના છે. તેથી તે કયા અધિકારીઓને રૂપિયા આપવાના છે તેની પણ એસીબીએ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle