સુરતમાં ખુલ્લા મેદાનમાં ટ્રકમાં ચૂનાની ગુણોની આડમાં થતી હતી લાખોના વિદેશી દારૂની હેરફેર- જાણો કેવીરીતે ખુલી પોલ

સુરત(ગુજરાત): પોલીસે સચીન GIDC માં આવેલા ભારત પેટ્રોલ પંપની સામેના ખુલ્લા મેદાનમાંથી ટ્રકમાં ચુનાના પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. 4 આરોપીઓને 2.28 લાખના દારૂના જથ્થા સાથે ધડપકડ કરવામાં આવી છે. પોલીસને ટ્રક અને ચુનાના પાવડરની ગુણો મળીને રૂપિયા 29 લાખથી વધુનો માલ કબજે કર્યો છે.

પોલીસે રાજસ્થાન જોધપુરથી એક સફેદ કલરનાં ટ્રકમાં ટ્રેલર બોડીના ભાગે દારૂનો મોટો જથ્થો અને કલરટેક્ષ કંપનીમાં ઉપયોગમાં લેવાતો ચુનાનો પાવડર સુરત લાવવામાં આવતો હતો. ચુનાના પાવડરના ગુણોની ઉપર દારુની મોટી બાટલીઓનો જથ્થો લાવવામાં આવતો હતો. આ ટ્રક સચીન GIDC નાકા, ભારત પેટ્રોલપંપની સામે આવેલા ખુલ્લા મેદાનમાં ઉભું છે. પોલીસને માહિતી મળી હતી કે, દારૂનો જથ્થો લાવનાર વ્યક્તિઓ તેને ઠેકાણે પડવાની તૈયારી કરવાના છે. તેથી પોલીસે ત્યાં રેડ પાડી તપાસ શરુ કરી હતી.

પોલીસને રેડ દરમિયાન ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 750 મીલીની 276 બોટલો જેની કિંમત 2,28,960 રૂપિયાની મત્તાનો જથ્થો તથા ટ્રકની કિંમત 25 લાખ તથા ચુનાના પાઉડરની ગુણો 30.16 ટન કિંમત લગભગ રૂપિયા 1,80,960 તથા મોબાઇલ ફોન 3 નંગના રૂપિયા 10,500 તથા રોકડા રૂપિયા 11,640 મળી કુલ રૂપિયા 29,32,060 ની માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

પોલીસે પકડાયેલા આરોપી પૈકી ભાંખર રામ અમો સમ ભાટ (ઉ.વ. 24 રહે મૂળવતન ચાંદેલાવગામ સરકારી સ્કૂલની પાસે, તા.બિલાડા, થાણા બ્રિા જોધપુર, રાજસ્થાન), રામસ્વરૂપ સોહનલાલ વિનોઇ (ઉ.વ.19 રહે.મૂળવતન- ચાંદેલાવ ગામ, વિષ્ણુ કી દ્રાણી તા-બિલાડા થાણા:બિલાડ, જોધપુર, રાજસ્થાન), કિશનલાલ ભરમાનંદ શમી (ઉ.વ 40 રહે હેપ્પી હૉટલ, સીનમાં સેંડ, દિલ્હીગર, મહિધરપુરા સુરત શહેર મુળવતન મકાન નં 247 રાવનગર, પાવતા સી. રોડ, જોધપુર, રાજસ્થાન), શ્રવણ જોરા રામ માવત(હેસીતાનગર રમેશભાઇ મેઘવાલના મકાનમાં, પુણાગામ રોડ, સુરત શહેર મુળવતન ઉપકાવાસગામ તા.સોજત ઘણા શિવપુરા, જી.પાલી, રાજસ્થાન)ની ધડપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *