ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને લેવાયો મહત્વનો નિર્ણય- જાણો શું ચાલુ રહેશે અને શું બંધ?

હાલમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.

cm રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.

તા. ૧૨ મે-ર૦ર૧થી તા.૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે. રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કેટલાક નિર્ણયો કર્યા હતા.રાજ્યના સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રી-કોર કમિટિએ સૌનો આભાર વ્યકત કર્યો છે.

આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે.

રાત્રી કર્ફ્યું દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે. ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ
રાજ્યમાં કોરોના મહામારીને લઈ લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્વિત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતા પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકે લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તરીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા નિશ્ચિત કરવી જોઈએ.

લગ્નનોમાં સંખ્યા ઘટાડવા સરકાર તૈયાર
હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલ શાલીન મહેતા સરકારને અપીલ છે કે, લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. કારણે કે કેસ ઘટ્યા છે પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ. વધુમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે. તે જોતા સરકારે પણ લગ્નનોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારી દર્શાવી છે.

હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે જે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં લગ્નનોમાં પણ સંખ્યા ઘટી શકે છે જો કે આ નિર્ણય રાજ્ય સરકારના નવો આદેશ કરે ત્યારથી જ અમલી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *