વિદેશની ધરતી પર વધુ 4 ગુજરાતી યુવકોને મળ્યું ધ્રુજાવી દેતું મોત, તૂર્કીમાં ભણતા વિદ્યાર્થીઓનું ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ- ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવાર

4 Gujaratis killed in car accident in Turkey: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવા છે!’ આવી માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.'(4 Gujaratis killed in car accident in Turkey) વિદેશમાં અવાર-નવાર ગુજરાતીઓની હત્યા કે પછી અકસ્માતના કારણે મોતને ભેટતા હોવાની ઘટના બનતી હોય છે.

સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. હાલ તૂર્કીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે.

તૂર્કી (Turkey) માં હોટેલ મેન્જમેન્ટનો અભ્યાસ કરવા માટે ગયેલા બે ગુજરાત યુવતી અને બે યુવક એમ કુલ ચાર લોકોના ગમખ્વાર કાર અકસ્માતમાં (Car Accident) ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે, જયારે આ સમગ્ર ઘટના વિષે ગુજરાતમાં રહેતા પરિવારને જાણ થઇ ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, યુવાનોનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. તેમ જ તાત્કાલિક યુવક-યુવતીઓના મૃતદેહોને તૂર્કી થી ભારત લાવવા પરિવારે કલેટકટર થકી કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે. 

મૂળ વડગામના ભાંગરોડિયા ગામની યુવતી તૂર્કીમાં હોટેલ મેન્જમેન્ટનો અભ્યાસ કરતી હતી, યુનિવર્સિટીમાં રજા હોવાથી યુવતી તેના અન્ય ત્રણ ગુજરાતી મિત્રો સાથે ફરવા માટે ગઈ હતી તેવી માહિતી મળી રહી છે. આ કારમાં પ્રકાશ કારવદરા, પ્રતાપ અગાથ, અંજલિ મકવાણા અને હીના પાઠક સવાર એમ ચાર મિત્રો સ્વર હતા. કેરેનિયા હાઈવેની નજીક પૂરઝડપે આવી રહેલી કાર યુવાનોની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.


મૃતક અંજલિ મકવાણાની તસવીર

મળતી મહીતી અનુસાર, આ ચાર વિદ્યાર્થી રજાના દિવસે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારે તુર્કીના કિરેનિયા નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દરેક વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતકોના પરિવારજનો વતનમાં મૃતદેહો લાવવા માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, મૃતક વિદ્યાર્થીની પૃષ્ટીના માતા તુર્કીમાં હતી અને જ્યાં પૃષ્ટિના અંતિમવિધી પણ કરવામાં આવ્યા છે.

મૃતકોનાં નામ
અંજલિ મકવાણા , પૃષ્ટિ પાઠક, પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *