ધડામ દઈને ગયો ભ્રષ્ટાચારનો પૂલ- કરોડોના ખર્ચે તૈયાર થયેલો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી

bridge over Mindhola river collapsed in Tapi: તાપીના વ્યારા તાલુકાના મેપુર અને દેગામા ગામને જોડતા રોડ પર આવેલ મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ (launch) પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. પુલ ધરાશાયી થવાથી 15 જેટલા ગામો પ્રભાવિત થયા છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી(bridge over Mindhola river collapsed in Tapi) થઇ ગયો છે. બ્રિજનું ઉદ્ઘાટન પણ હજુ થયું નથી.

આશરે બે કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો હતો પુલ 

આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થયું હતું. આ બ્રિજ 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. બ્રિજ ધરાશાયી થયા બાદ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બ્રિજના બાંધકામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આ ઘટના બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે.

અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી

મળતી માહિતી મુજબ, તાપીની મીધોંલા નદી પર વ્યારાના મેઘપુર અને દેગામન ગામોને જોડતો પુલ ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. માયપુર અને દેગા ગામોને જોડતો પુલ 14 જૂનની સવારે તૂટી પડ્યો હતો, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. લોકો સાથેની વાતચીતમાં એ વાત સામે આવી છે કે બ્રિજના નિર્માણ દરમિયાન તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા. કોન્ટ્રાક્ટરની લોકો સાથે બોલાચાલી પણ થઈ હતી. મીંઢોળા નદી પરના આ પુલનું બાંધકામ વર્ષ 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું.

વાલોડના માર્ગ બાંધકામ વિભાગ દ્વારા આશરે 2 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજનું 95 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો હતો. પૂલ તુટી જવાથી 15 ગામોને અસર થઈ છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીરવ રાઠોડના જણાવ્યા અનુસાર, બ્રિજનું નિર્માણ કાર્ય 2021 માં શરૂ થયું હતું, જેનો ખર્ચ 2 કરોડ રૂપિયા હતો. તજજ્ઞો દ્વારા તપાસ કરાવ્યા બાદ પુલ તૂટી પડવાનું કારણ જાણવા મળશે.મોરબીની ઘટના યાદ આવી

અગાઉ વડોદરામાં પણ બની હતી આવી ઘટના

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ એક ઘટના બની હતી. વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે.રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી હતી.

અટલ બ્રિજ મુદ્દે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્પષ્ટતા કરી કે જે દિવાલ પડી છે તે ગંદકી ન ફેલાય તે માટેની પ્રોટેક્શન વોલ છે તેને બ્રિજની સ્થિરતા અને મજબૂતી સાથે કોઈ લેવા દેવા નથી. રવિવારે પડેલા વરસાદમાં અટલબ્રિજની સેફ્ટી વોલના બ્લોક તૂટી પડ્યા હતા. જેથી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાતના મોરબીમાં એક પુલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ પછી પુલના નિર્માણ અને તેની જાળવણીને લઈને સરકારે ઘણી કડકાઈ અપનાવી હતી, પરંતુ તાપી દુર્ઘટનાએ ફરીથી ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક જૂના બ્રિજ જર્જરિત હોવા છતાં તાજેતરમાં સરકારે 13 બ્રિજની કામગીરી બંધ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *