વોટ્સએપ પર ‘સુસાઇડ ગ્રુપ’ બનાવીને એક છોકરી સહિત અન્ય 4 લોકોએ કરી આત્મહત્યા

યુકે: યુકે(UK)ના પોર્ટસલેન્ડના જંગલ(Forest of Portsland)માં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની ઓળખ 20 વર્ષની એમી સ્પ્રિંગર(Amy Springer) તરીકે થઈ હતી. જ્યારે પોલીસે આ મામલે…

યુકે: યુકે(UK)ના પોર્ટસલેન્ડના જંગલ(Forest of Portsland)માં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની ઓળખ 20 વર્ષની એમી સ્પ્રિંગર(Amy Springer) તરીકે થઈ હતી. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી હતી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. આત્મહત્યા કરતા પહેલા, યુવતી એક વોટ્સએપ ગ્રુપ(WhatsApp Group)માં જોડાઈ હતી અને આ ગ્રુપ પર આત્મહત્યા(Suicide)ના ‘સારા માર્ગો’ વિશે જણાવવામાં આવ્યું હતું.

યુવતી સિવાય પોલીસને વધુ ત્રણ લોકોના મૃતદેહ મળવાની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ત્રણેયે પણ આત્મહત્યા કરી હતી અને આ ત્રણેય લોકો એક જ વોટ્સએપ ગ્રુપના સભ્યો હતા. એમી સ્પ્રિંગર સાથે, તેમને પણ વોટ્સએપ ગ્રુપ પર આત્મહત્યાની પદ્ધતિઓ વિશે જણાવવામાં આવ્યું હતું. વોટ્સએપ પર ચર્ચા બાદ 4 લોકોની આત્મહત્યાના કેસે પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આત્મહત્યા પહેલા જ એમી વોટ્સએપ ગ્રુપ પર ચર્ચા કરી રહી હતી કે કેવી રીતે તેનું જીવન સમાપ્ત કરવું જોઈએ. આ પછી તેનો મૃતદેહ પોર્ટસલેન્ડમાં બેનફિલ્ડ વેલી ક્રિકેટ ક્લબ નજીક જંગલમાં મળી આવ્યો હતો. પોલીસ હવે આ આત્મઘાતી જૂથ સાથે સંકળાયેલા લોકોની ઓનલાઇન વાતચીત વિશે માહિતી એકઠી કરી રહી છે.

મળતી માહિતી મુજબ, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લાંબા સમયથી એમી માનસિક તણાવમાંથી પસાર થઇ રહી હતી. તેના નાના ભાઈનું બાળપણમાં જ અવસાન થયું હતું. આ પછી, તેના પરિવારની સ્થિતિ એવી હતી કે, તે હંમેશા ડિપ્રેશનમાં રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી તેની માનસિક તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અચાનક જ વોટ્સએપ ગ્રુપ પર ચર્ચા બાદ તેણે આ પગલું ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *