કાગવડમાં વાજતે-ગાજતે પટેલ સમાજે કર્યા માં ઉમાખોડલનાં વધામણાં: દુરદુરથી ઉમટ્યા સેકંડો માઈભક્તો

આજથી જ એટલે કે, 7 ઓકટોબરથી નવરાત્રી (Navratri) ના પાવન પર્વ (Festival) ની શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં પટેલ સમાજ (Patel Samaj) ને…

આજથી જ એટલે કે, 7 ઓકટોબરથી નવરાત્રી (Navratri) ના પાવન પર્વ (Festival) ની શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં પટેલ સમાજ (Patel Samaj) ને લઈ સમાચાર સામે આવ્યા છે. જગત જનની જગદંબા માતાની આરાધનાનું શુભ પર્વ એટલે નવરાત્રિ. માઈભક્તો જગદંબાનું પૂજન તેમજ અર્ચના કરીને માતાજીની ભક્તિ અદા કરતા હોય છે.

વીરપુર નજીક પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન કાગવડનાં ખોડલધામમાં ખોડલ માતાના રથ સાથે પદયાત્રાનું આયોજન કરાયું હતું. ડીજેના તાલે યોજાયેલ આ પદયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ મંદિરે ખોડલ માતાના દર્શન કર્યા હતા. મંદિરમા પણ માતાજી તેમજ આ આરાધ્ય પર્વને ઉત્સાહ પૂર્વક ઉજવવાની તૈયારી કરાઈ છે.

નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું:
ગત વર્ષે કોરોના મહામારીને લઈને બધા જ મંદિરો બંધ રખાયા હતા. જેને લઈને નવરાત્રિમાં પણ માતાજીના ભક્તોને સીમિત રીતે તેમજ ઘરમાં જ રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી. જયારે આ વર્ષ દરમિયાન સરકાર તરફથી મળેલ છૂટને લઈ માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ખોડલધામ મંદિરમાં સૌપ્રથમ નોરતાથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ માતાજીનો ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. આની સાથોસાથ જ અહીં માતાજીના મંદિરમાં નરેશ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

દૂર-દૂરથી ભાવિકો ઉમટી પડ્યા:
અહીં ભક્તો સાથે નિયમિતપણે ત્રિવિધિ કાર્યક્રમોનું આયોજન થશે. મંદિરમાં જે રીતે ઉમંગ જોવા મળી રહ્યો છે તેમજ ભક્તોમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો છે. માતાજીના ભક્તો પણ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે તેમજ આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ખોડલ માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

મંત્રી જીતુ વાઘાણીની રજતતુલા યોજાશે:
નરેશ પટેલે પદયાત્રા દરમિયાન કહ્યું હતું કે, કોરોના મહામારીમાંથી આપણને થોડો છૂટકારો મળી ગયો છે જેથી સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં નવરાત્રિની ઉજવણી કરવાની છૂટ આપી છે પરંતુ મા ખોડલને પ્રાર્થના છે કે, આ મહામારીમાંથી કાયમી છૂટકારો મળે તેમજ લોકો ઉત્સાહ પૂર્વક તહેવારો ઉજવી શકે. જયારે આજે મંત્રી જીતુ વાઘાણીની રજતતુલાનું આયોજન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *