કાર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત- સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઘણીવાર રાજ્યમાંથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ફી એકવાર હાલમાં સામે આવી રહી છે.રાજ્યમાં આવેલ રાજકોટમાં ધરમ સિનેમા પાસે કુલ 3 દિવસ અગાઉ રીક્ષા તથા કારની વચ્ચે અકસ્માત થયો હતો.

જેમાં કુલ 2 બાળકો સહિત કુલ 4 લોકોને ઈજા થઈ હતી. આ અકસ્માત થયેલ ઘટનાની હાલમાં જ CCTV ફૂટેજ સામે આવી રહી છે. જેથી પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. CCTVમાં રીક્ષા રસ્તો પાર કરી રહી છે ત્યારે ખુબ જ ઝડપથી આવતી કાર એની સાથે ધડાકાભેર અથડાઈ જાય છે.

જેમાં રીક્ષા પલ્ટી મારી જાય છે તેમજ અંદર બેઠેલ મુસાફરો પણ રસ્તા પર પટકાય જાય છે.રાજકોટમાં આવેલ ધરમ સિનેમા પાસે કુલ 3 દિવસ અગાઉ થયેલ અકસ્માતમાં રીક્ષામાં સવાર કુલ 5 લોકો પૈકી કુલ 2 લોકોને ગંભીર ઇજા થઈ હતી.

જ્યારે કુલ 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને કારણે આજુબાજુનાં લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી પણ તે સમયસર ન આવતાં લોકો દ્વારા ઇજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

મહત્વની વાત તો એ છે, કે રીક્ષા તેમજ કારની વચ્ચે થયેલ અકસ્માત પછી કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જેને કારણે પોલીસે CCTV ફૂટેજ મેળવીને કારચાલકને શોધવાં માટે તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *