ગોંડલ હાઇવે પર સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે અથડાતાં 4 યુવાનોનાં કમકમાટી ભર્યાં મોત

Gondal Accident: ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોંડલના બે અને ધોરાજીના બે યુવકોના મોત થયા છે. મહત્ત્વનું છે કે, રાજકોટથી ધોરાજી(Gondal Accident) તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું. જેને લીધે સ્વિફ્ટ કાર પલટી મારીને સામે આવતી બોલેરો કાર સાથે અથડાઈ હતી. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બસ ટર્ન લેવા જતા ટ્રકે મારી ટક્કર
વિગતો મુજબ, રાજકોટ-જેતપુર 6 લેનનો રોડ બનતો હોવાથી હાઈવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાએ ડિવાઈડરો તોડીને રસ્તો કરી નખાયો છે, જેના કારણે હાઈવે પર અનેક અકસ્માત થતા હોય છે. એવામાં આજે રાજકોટથી ગોંડલ તરફ જતી બસ ડિવાઈડર નજીકથી ટર્ન લેવા માટે ઊભી હતી.

આ દરમિયાન રાજકોટથી ગોંડલ જતા ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ગોંડલથી રાજકોટ જતી ઈકો સાથે બસ અથડાઈ હતી અને ટ્રક ડાબી સાઈડ ટર્ન લઈને રીક્ષા સાથે અથડાઈ હતી. આમ એકસાથે 4 વાહનોનો અકસ્માત સર્જાયો હતો.

રીક્ષામાં જતા મુસાફરનું મોત
અકસ્માતના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ચાલક જેનું મોત થઈ ગયું હતું, જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને ઈકો કારમાં પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે ગુનો દાખલ કર્યો
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં ગોંડલના બે યુવકો અને ધોરાજીના બે યુવકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. મૃતદેહોને હાલ પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.