SabarkanthaAccident: રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો વચ્ચે સાબરકાંઠાના પોશીના નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે-બાઇક વચ્ચે (SabarkanthaAccident) ટક્કર સર્જાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 1 યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
4 યુવકોના મોત થયા
મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. બે સ્પોર્ટ્સ બાઇક સામે-સામે ધડાકાભેર ટકરાતા 3 યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં આ અકસ્માતમાં 4 યુવકોને જીવ ગુમાવ્યો છે.
પરિવારમાં કાળો કહેર છવાયો
અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી હતી. અકસ્માતમાં 4 જુવાનજોધ યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે.
ઈડર ખેડબ્રહ્મા હાઈવે અકસ્માતની ઘટનામાં 2ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગુરૂવારે પહેલાં ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી.
જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App