બનાસકાંઠા: નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ત્રણ બાળકો સહિત 4નાં મોત, મહિલાની શોધખોળ ચાલુ

Banaskantha Accident: બનાસકાંઠામાં હચમચાવી નાખતા અકસ્માતની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અહીંયા થરાદ નજીક દેવપુરા ગામ (Banaskantha Accident) પાસે નર્મદા મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હતી. જો કે આ કાર કેનાલમાં પડવાથી ચાર લોકોના મોત થયા છે.

જેમાં 3 બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે.ત્યારે આ ઘટના બનતા આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. તેમજ અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જેમાં લાશોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હાથ ધરી છે.

કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લાશ મળી આવી
નાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ આ ઘટના આસપાસના સમગ્ર વિષયમાં ચર્ચાનો વિષયબન્યોછે તેમજ એક સાથે ચાર મોત થતા લોકો હચમચી ઉઠ્યા છે.