TamilNadu Accident: તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના થોપપુર ઘાટ રોડ પર એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તેમજ આ અકસ્માત(TamilNadu Accident)માં અન્ય 8 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વાઇરલ થયો વિડીયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઝડપી ટ્રક પુલ તરફ આગળ આવી રહ્યો છે. આ પછી તે ઓછામાં ઓછા ચાર વાહનોને પાછળથી ટક્કર મારે છે અને આ ટક્કર એટલી જોરદાર છે કે સામેથી આવતો ટ્રક પુલ તોડીને નીચે પડી જાઈ છે.
અકસ્માતના પગલે કારમાં લાગી
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ધર્મપુરી જિલ્લાના થોપ્પુર ઘાટ રોડ પર સર્જાયો હતો. CCTV વીડિયોમાં પાછળથી એક ઝડપી ટ્રક આવતી દેખાય છે, જે ડમ્પર અને આગળ જતા અન્ય વાહનોને ટક્કર મારે છે. ટક્કર બાદ ડમ્પર આગળની ટ્રક સાથે અથડાયું હતું. આ પછી ડમ્પરે કાબુ ગુમાવ્યો અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગયું. ડમ્પર નીચે પડે તે પહેલા એક કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન સૌ પ્રથમ ટક્કર મારનાર ટ્રકમાં આગ લાગી ત્યારબાદ એક કારમાં પણ આગ લાગી હતી.
#FLYOVER पर एक के बाद एक टकराईं गाड़ियां, आग के शोले में बदल गईं, दहलाने वाला Video तमिलनाडु के धर्मपुरी में एक दर्दनाक हादसा हुआ. #TamilNadu #viralvideo #RoadAccident pic.twitter.com/jECyJEkruO
— chandan jha (@chandan_jha_11) January 25, 2024
લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી
અકસ્માત બાદ માકામી લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે બચાવ કાર્ય શરૂ કર્યું. આ પછી પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાની બંને તરફ ઘણી ભીડ છે. રોડ જામ છે. ટ્રકમાં આગ લાગી છે જેને ફાયર બ્રિગેડના લોકો ઓલવી રહ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ડાંગર ભરેલી ટ્રક જઈ રહી હતી. રોડના વળાંક પર તેણે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી અન્ય વાહનો અથડાયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube