લોહીલુહાણ થયો એક્સપ્રેસ હાઈવે… કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા BMW નો કચ્ચરઘાણ, ચાર યુવાનોના ચૂંદે-ચુંદા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સુલતાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Sultanpur-Purvanchal Expressway) પર એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માત (Accident) માં 4 લોકોના મોત થયા છે. મળતી…

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સુલતાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Sultanpur-Purvanchal Expressway) પર એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માત (Accident) માં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, BMW અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ છે. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ પણે ચકનાચૂર થઈ ગઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકો ઉત્તરાખંડના રહેવાસી હતા. આ અકસ્માત હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના માઈલસ્ટોન 83 પર ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો હતો. રોડ ખરાબ હોવાના કારણે અહીં વાહનોનો ટ્રાફિક માત્ર એક બાજુથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આઝમગઢ તરફથી એક BMW કાર લખનૌ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બાજુથી એક કન્ટેનર તેજ ગતિએ આવી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે BMW કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

દુર્ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ રવીશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, મૃતક BMW સવારો ઉત્તરાખંડના રહેવાસી છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ સાથે UPEDAના અધિકારીઓને તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *