એક સમયે ઘઉં માટે ભારતને ‘ભિખારીઓનો દેશ’ કહેનારું અમેરિકા આજે ભારત પાસે માંગી રહ્યું છે ઘઉંની ભીખ

ભારત સરકારે (Government of India) ઘઉંની નિકાસ (Wheat exports) પર પ્રતિબંધ મૂક્યો તેની ટીકા થઈ રહી છે. સરકારના આ નિર્ણય પર અમેરિકા (USA) સહિત વિશ્વના ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. જો કે, ભારતે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી દેશમાં ઘઉં અને લોટની વધતી કિંમતોને નિયંત્રિત કરી શકાય.

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકા નારાજ છે. જર્મનીમાં યોજાયેલી G-7 બેઠકમાં યુએસ એગ્રીકલ્ચર સેક્રેટરી ટોમ વિલસાકે કહ્યું કે તે ઘઉંની પહોંચમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. તેણે તેને ‘ખોટા સમયે ખોટું પગલું’ ગણાવ્યું. વિલસાકે કહ્યું કે અમને એવા બજારની જરૂર છે જે જરૂરિયાતમંદ લોકો સુધી સામાન પહોંચાડવામાં મદદ કરે.

ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો પ્રભાવિત થયો છે. ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જે સૌથી વધુ ઘઉંની નિકાસ કરે છે. ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન પણ ચીન પછી ભારતમાં થાય છે. 2021-22માં ભારતમાં 1,113 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું છે.

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર અમેરિકા આજે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ એક સમય હતો જ્યારે અમેરિકા ઘઉં માટે ભારતને ધમકી આપતું હતું. ત્યારે ભારત ઘઉં માટે અમેરિકા પર નિર્ભર રહેતું હતું. 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ઘઉં નહીં આપવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, અમેરિકાએ એક સમયે ભારતને ‘ભિખારીઓ’નો દેશ કહ્યો હતો.

હવે અમેરિકા ભારતને કરી રહ્યું છે આજીજી!
રુસ-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની અછત પહેલાથી જ હતી, જેની ભરપાઈ ભારત કરી રહ્યું હતું. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે આનાથી ખાદ્યપદાર્થોની અછતમાં વધારો થશે. તેમણે કહ્યું કે અમેરિકાને આશા છે કે ભારત ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ભારતના આ નિર્ણયથી વર્તમાન વૈશ્વિક ખાદ્ય સંકટ વધુ ખરાબ થશે. અમે દેશોને નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા માટે કહી રહ્યા છીએ કારણ કે અમને લાગે છે કે નિકાસ પરના કોઈપણ નિયંત્રણો ખોરાકની અછતને વધુ વકરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *