રાધનપુર હાઈવે પર મધરાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 4 લોકોએ ગુમાવ્યો જીવ; 6 મુસાફરને ઈજા

Radhanpur Highway Accident: રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ રાધનપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત(Radhanpur Highway Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 8 થી 10 જેટલા લોકો ઘાયલ થયા
રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત 4નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં 8 થી 10 જેટલા ઘાયલ થયા છે. માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. વાહન પૂર ઝડપમાં હતું કે વિઝિબિલિટીનો અભાવ કે અન્ય કારણથી અકસ્માત સર્જાયો તેની પોલીસ વિગત મેળવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત
રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત 4નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં 8 થી 10 જેટલા ઘાયલ થયા છે.

માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. વાહન પૂર ઝડપમાં હતું કે વિઝિબિલિટીનો અભાવ કે અન્ય કારણથી અકસ્માત સર્જાયો તેની પોલીસ વિગત મેળવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમમાં લઈ જવાયા
અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.