ભયંકર માર્ગ અકસ્માત: પુરપાટ કારે બાઇકને ટક્કર મારતા પતિ-પત્ની અને બાળકો સહીત પરિવારના તમામના કરુણ મોત

સોનભદ્ર: દિવસેને દિવસે વધતા જતા અકસ્માતોમાં(Accident) હાલમાં જ યુપીના(UP) સોનભદ્રથી(Sonbhadra) ખુબ જ ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહી એક ઝડપી કાર બાઇક સાથે અથડાઈ હતી, જેમાં બાઇક પર સવાર ચાર લોકોના મોત થયા છે.

આ અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન, અઢી વર્ષનો પુત્ર ગંભીર હાલતમાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું પણ રસ્તામાં મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી અનુસાર, આ રોડ અકસ્માત સોનભદ્રના કોન પોલીસ સ્ટેશન વિસ્તારના કોન-વિંધમગંજ રોડ પર કુડવા મોડ પાસે થયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, કોના પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાડીહ ગ્રામ પંચાયતના ટોલા કોલ્ડિહવાના રહેવાસી મુસ્તકીમ અંસાર તેની પત્ની અને બે બાળકો સાથે વિંધમગંજથી બાઇક પર જઈ રહ્યા હતા. તે જ સમયે ખુબ જ ઝડપથી આવી રહેલી ક્રેટા કાર આ બાઈક સાથે અથડાઈ હતી. ત્યારબાદ પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પુત્રી અને અઢી વર્ષના નાના બાળકનો શ્વાસ ચાલી રહ્યો હતો, આ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં પુત્રીનું મોત થઈ ગયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અઢી વર્ષના બાળકને હોસ્પિટલમાં મોકલ્યો, પરંતુ તેનું પણ રસ્તામાં મોત થયું હતું. કારનો નંબર UP 64 AP 3480 હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *