Tharad-Disa Highway Accident: થરાદ-ડીસા હાઈવે( Tharad-Disa Highway Accident ) પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સામે છે.જેમાં એક જ પરિવારના 4 લોકોને કાર ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી.ત્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે.
એક જ પરિવારમાં ચાર મોત
બનાસકાંઠાના ખોરડાં પાસે હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. કારની હાલત એટલી ભયાકન હતી કે તે જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા.જે લોકોના મોત થયા છે તે તમામ વાવના એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ થાય છે. આ પરિવાર ઊંઝાથી તેમના વતન વાવના ડાભલિયા વાસ જઈ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
કારના ફૂરચા નીકળી ગયા
હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા હાઈવે પર મરણચીંસો ગુંજી ઊઠી હતી. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પૂર્વમંત્રી કીર્તિસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
અકસ્માતમાં કારનો ખુર્દો બોલી ગયો હતો, મદદ માટે પહોંચેલા લોકો કોઈ મદદ માટે તૈયારી બતાવે તે પહેલા તો સ્થિતિ ભયાનક બની ગઈ હતી. ઘટના વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.આ અકસ્માત માટે કોણ જવાબદાર છે અને પરિવાર ક્યાંથી પરત ફરી રહ્યો હતો તે સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube