અંગદાનએ સૌથી મોટું જીવનદાન કહેવમાં આવે છે. માંડવી ગામના જયેશ પ્રજાપતિ એક અકસ્માતની ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનામાં બ્રેઈન ડેડ થવાથી પરિવારે તેમના અંગનું દાન કરીને અન્ય લોકોને જીવનદાન આપવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
જયેશ પ્રજાપતિના અંગદાનમાં કિડની, લીવર, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું હતું. અમદાવાદ ની ઝાઈડસ હોસ્પિટલ, હૈદ્રાબાદ ની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમની ઉપસ્થિતીમાં મહાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયા અંકલેશ્વરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં હાથ ધરાઈ હતી. સ્વ.જયેશભાઇ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ હોસ્પિટલ દ્વારા આપીને અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. સાથે સાથે આ મહત્વનો નિર્ણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના માંડવી ગામ ના રેહવાસી જયેશભાઇ પ્રજાપતિ જેમની ઉમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. જયેશ પ્રજાપતિનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું છે. જયેશભાઇ તાજેતરમાં દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા. અહીં ડુંગર ઉપરથી પડી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મળેલી માહિતી અનુસાર જયેશભાઇ પ્રજાપતિ માંડવી ગામ ના રેહવાસી છે જે હાલ સુરતમાં રહે છે. જયેશભાઇ પ્રજાપતિ જેમની ઉમર 42 વર્ષ છે, તેઓ મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તાજેતરમાં જ જયેશભાઇ દેવમોગરા માતાજીનાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં ડુંગર પરથી પડતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિકો દ્વારા જયેશભાઈને તાત્કાલિક ડેડીયાપાડાના CHC સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરની સલાહ મુજબ ઈજાઓ ગંભીર હોવા સાથે વધુ સારવારની જરૂર પણ હતી તેથી ગંભીર પરિસ્થિતિમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગળની સારવાર શરૂ કરવામાં આવી હતી. જયારે ડોક્ટરે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, જયેશભાઇ પ્રજાપતિ બ્રેઇન ડેડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.