ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, આખેઆખો પરિવાર ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): મહીસાગર(Mahisagar)ના લુણાવાડા(Lunawada)ના ચાર કોસિયા નાકા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને બે બાળક સહીત ચાર લોકોના…

ગુજરાત(Gujarat): મહીસાગર(Mahisagar)ના લુણાવાડા(Lunawada)ના ચાર કોસિયા નાકા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. બાઈક પર સવાર દંપતી અને બે બાળક સહીત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડા ચાર કોસિયા નાકા નજીક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલક દ્વારા બાઈક પર સવાર માતા-પિતા અને બે બાળકોને અડફેટે લીધા હતા. ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત માતા અને પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું. બાઇક પર સવાર એક જ પરિવાર ના 4 સભ્યોના ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો.

અકસ્માત બનતા જ લઘુમતી કોમના લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જે પછી મામલો વધુ બિચક્યો હતો. જેને કારણે દૂર દૂર સુધી મધ્ય રાત્રિએ ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તો મહીસાગર પોલીસનો મોટો કાફલાને પણ ટ્રાફિકને પગલે એક્શનમાં આવવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર, નાયબ જિલ્લા પોલીસ વડા, એસઓજી, એલસીબી સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે અગાઉ જ પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા અકસ્માતમાં મોત નિપજનાર ચારેય સદસ્યોના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ પરિવારને અડફેટે લેનાર ટ્રક નંબર HR 47 D7197 સહિત તેના ચાલકને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *