સુરતમાં બે સગા ભાઈ કેનાલમાં ડૂબ્યા, કલાકો પછી મૃતદેહ મળતા પરિવારમાં છવાયો માતમ

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના માંગરોળ તાલુકાના મહુવેજ(Mahuvej) ગામમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેનાલ(Canal)માં બે સગાભાઈ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયર…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના માંગરોળ તાલુકાના મહુવેજ(Mahuvej) ગામમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેનાલ(Canal)માં બે સગાભાઈ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયર બ્રિગેડ(Fire brigade) દ્વારા કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ આદરી છે.

મળતી માહિતી મુજબ, સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે બે સગાભાઈ કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગલ લપસી ગયો હતો. જે બાદમાં તે પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે મોટાભાઈને ડૂબતો જોઈને નાનો ભાઈ પણ પાણીમાં કૂદ્યો હતો.

આ બનાવ માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલ ખાતે બન્યો હતો. બંને ભાઈઓ પાણીમાં તણાઈ ગયા હોવાની જાણ થયા બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બંને ભાઈઓના નામ આકાશ અને વિકાસ અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે.

હાલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ શરુ કરવામાં આવી છે. બીજી બાજુ બે સગાભાઈએ પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણીને ગામમાં અરેરાટી છવાઈ હતી. પરિવાર પણ બનાવ વિશે સાંભળીને સ્તબ્ધ રહી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *